ગુજરાત બજેટ 2025-26: સખી સાહસ યોજનાની જાહેરાત, મહિલાઓના આત્મનિર્ભરતા 1૦૦ કરોડ ફાળવ્યા

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. કનુ દેસાઈએ ચોથું બજેટ રજુ કર્યું છે.બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.
મળતા અહેવાલ પ્રમાણે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ મહિલાઓના આત્મનિર્ભરતા માટે બજેટમાં 1૦૦ કરોડ રૂપિયાની અલગથી ફાળવણી કરવામાં આવી છે.