Gujaratમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી?

રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે માર્ચની શરુઆતમાં વાતાવરણમાં ફરી એક વાર પલટો આવી શકે છે. જો ફેબ્રુઆરી અંત સુધીમાં રાજ્યમાં તાપમાન રહેશે 38 ડિગ્રી સેલ્શિયસ પહોંચી શકે છે. 19 અને 20 ફેબ્રુ. સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ઘેરાવવાની સંભાવના છે. તેમજ Gujaratમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહીસાગર, પાટણ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ,મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.