ગુજરાતમાં અખિલેશની સમાજવાદી પાર્ટીએ આ 2 નગરપાલિકાઓ ઉપર જમાવ્યો કબજો, કુતિયાણામાં કાંધલનો વટ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે. રાણાવાવ નગરપાલિકા ઉપર સમાજવાદી પાર્ટીએ કબજો જમાવ્યો છે. રાણાવાવ નગરપાલિકામાં કાંધલ જાડેજાની બોડી બનશે.
કુતિયાણા નગરપાલિકામાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો દબદબો વધ્યો છે. કુતિયાણામાં વોર્ડ નં. 5માં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. અહીં ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની આખી પેનલ જીતી છે. હાલ મળતી અપડેટ મુજબ કુતિયાણા નગરપાલિકામાં 14 બેઠકો સમાજવાદી પાર્ટીએ જીતી છે. જ્યારે ભાજપે 10 બેઠકો ઉપર કબજો જમાવ્યો છે. કુતિયાણા નગરપાલિકામાં પણ કાંધલ જાડેજાનો દબદબો જોવા મળશે.