અમદાવાદ સહિત 10 શહેરોમાં આજે સોનાના ભાવ વધ્યા, શું આ વર્ષમાં ગોલ્ડ થશે સસ્તું?

સોનાના ભાવમાં તેજી ચાલુ છે. જો આમને આમ રહ્યું તો જલ્દી જ સોનાના ભાવ 87000 રૂપિયાનો આંકડો પાર કરી જશે. વર્ષ 2024 માં દેશમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 5 ટકા વધીને 802.8 ટન થઈ ગઈ. 2023 માં તે 761 ટન હતું. 2025 માં તે 700-800 ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. 6 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 86250 રૂપિયા પર પહોંચી ગયો છે. ચાલો જાણીએ દેશના 10 મોટા શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમત શું છે.
- દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો ભાવ 79110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો ભાવ 86300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 79060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- જયપુર અને ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ 86400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે 22 કેરેટ સોનાની કિંમત 79210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.