શેર બજાર આજે ફરી તૂટયું! સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ, આ શેરો રહ્યા ‘લાલ’

૫ ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ-નિફ્ટી અસ્થિરતા વચ્ચે લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટી આજે 23700ની નીચે બંધ થયો. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 312.53 પોઈન્ટ અથવા 0.40 ટકા ઘટીને 78,271.28 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 42.95 પોઈન્ટ અથવા 0.18 ટકા ઘટીને 23,696.30 પર બંધ થયો.

નિફ્ટીમાં એશિયન પેઇન્ટ્સ, ટાઇટન કંપની, નેસ્લે ઇન્ડિયા, એચયુએલ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટ્યા હતા. જ્યારે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ્સ, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ સૌથી વધુ વધ્યા હતા.ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલના શેરને લઈને મોટા સમાચાર છે. આ બંને શેર માર્ચમાં નિફ્ટી-50 ઇન્ડેક્સમાં સામેલ થઈ શકે છે. આ અંદાજ જાણીતી બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ દ્વારા તેના તાજેતરના એક અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે માર્ચમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સના પુનઃસંતુલનમાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો અને નાણાકીય સેવાઓ પ્રદાતા જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (JFS)નો સમાવેશ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *