વિદેશથી આવનારા માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે! વાઇરસના નોંધાયેલા પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં

HMPV વાયરસનો પહેલો પોઝિટિવ કેસ આવતાની સાથે જ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રેપિડ એક્શનના ભાગ રૂપે સરકારે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની સાથે વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી પણ ટૂંક સમયમાં જાહેર કરવાની વાત કરી છે.

HMPV વાયરસના બે કેસ બેંગલોરમાં અને એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. ગુજરાતમાં 2 માસની બાળકીનો કેસ સામે આવતા તંત્ર સફાળું જાગ્યું છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ” ચિંતા કરવાની જરૂર નથી, વાયરસની ઇન્ટેન્સિટીના આધારે વિદેશથી આવતા યાત્રીઓ માટે ગાઈડલાઇન નક્કી કરવામાં આવશે.”

તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાંથી જે મુજબ ગાઈડ લાઇન આવશે તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો તેવા લક્ષણો આ વાઇરસમાં છે. વાઇરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ તૈયાર છે.રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત થઈ ગયો છે. અને કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. નાગરિકોએ HMPV વાઈરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *