ગોધરા ટ્રેન અગ્નિકાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઈરફાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડના મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે ઇરફાનની આજીવન કેદની સજાને રદ કરતા તેને જામીન આપવાનો આદેશ આપ્યો છે. તે છેલ્લા 18 વર્ષથી જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે મેડિકલના આધારે તેને આ રાહત આપી છે. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે પણ ઇરફાનની મેડિકલ સ્થિતિને સ્વીકાર કરી. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિવ પીબી વરાલેની બેચએ આ મામલામાં આદેશ આપ્યો છે

ઇરફાન સિરાજ પડો ગોધરા ટ્રેન અગ્નિકાંડના મામલામાં દોષિ ઠેરવવામાં આવેલા 31 લોકોમાં સામેલ છે. 28 ફેબ્રુઆરી 2002ના ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશનની પાસે સાબરમતી એક્સપ્રેસના એક કોચમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. ઘટના બાદ ગુજરાતમાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. આ મામલાની તપાસ અને સુનાવણી બાદ વિશેષ અદાલતે 2011મા ચુકાદો આપ્યો હતો.

ગોધરા ટ્રેન અગ્નિકાંડ મામલામાં વિશેષ SIT કોર્ટે માર્ચ 2011મા કુલ 31 લોકોને દોષિ ઠેરવ્યા હતા. તેમાંથી 11 આરોપીઓને મોતની સજા ફટકારી હતી, જ્યારે 20 લોકોને આજીવન કેદની સજા મળી હતી. કોર્ટે મામલામાં 63 આરોપીઓને મુક્ત પણ કરી દીધા હતા. ઇરફાન સિરાજ પડો તે દોષિતોમાં સામેલ હતો, જેને વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.વિશેષ અદાલતના નિર્ણય વિરુદ્ધ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2017મા ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી દીધી હતી. તો આજીવનકેદની સજા મેળવનાર અન્ય દોષિતોની સજાને યથાવત રાખી હતી. ત્યારબાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ મામલો હવે સર્વોચ્ચ ન્યાયાલયમાં પેન્ડિંગ છે.

ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહતનો આધાર તેની મેડિકલ સ્થિતિ છે. કોર્ટે તેની આજીવનકેદની સજાને રદ્દ કરતા જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે પણ તેની મેડિકલ સ્થિતિનો સ્વીકાર કર્યો છે. આ આધાર પર કોર્ટે તેને રાહત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *