કુલગામમાં થયેલા હુમલા પાછળ લશ્કરના કમાંડર લતીફનો હાથ હોવાની શંકા, આતંકી પર છે 15 લાખનું ઈનામ

કુલગામમાં જવાનો પર કાયરતાપૂર્ણ હુમલો કરવાની ઘટનામાં શંકા 15 લાખના ઈનામી આતંકી મોહમ્મદ લતીફ બટ પર છે. લશ્કરના કમાંડર મોહમ્મદ લતીફના ઈશારે આ હુમલો થયો હોવાની શક્યતા છે.

મોહમ્મદ લતીફ બટ લશ્કર એ તૈયબાનો કમાંડર છે. પોલીસના જણાવ્યા અનુસાર મોહમ્મદ લતીફ બટ એકમાત્ર સક્રીય આતંકી છે જે ઘાટીમાં એક્ટિવ હોય. જવાનો પર થયેલા હુમલામાં પણ સ્થાનીક આતંકવાદી મોહમ્મદ લતીફ બટ પર શંકા છે. મોહમ્મદ લતીફ બટનું નામ આ પહેલા અનંતનાગમાં પોલીસ હેડ કોસ્ટેબલ અને કુલગામમાં જ છત્તીસગઢના 2 મજૂરોના ટારગેટ કિલિંગમાં પણ સામે આવ્યું હતું. નવેમ્બર 2025 ના રોજ તે પોતાના ઘરથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ વાત એવી સામે આવી કે તે લશ્કર ઐ તૈયબામાં જોડાઈ ગયો છે.

લશ્કર સાથે નામ જોડાયા પછી મોહમ્મદ લતીફ બટ પર અનંતનાગમાં પોલીસકર્મીની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટના 22 જુલાઈ 2026 ના રોજ અનંતનાગમાં બની હતી. આ ઘટનામાં પણ મોહમ્મદ લતીફ બટની સક્રિય ભુમિકા હોવાનું કહેવાય છે. ત્યારથી સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે. મોહમ્મદ લતીફ બટ પર કુલગામમાં 2 સ્થાનિક મજૂરોની હત્યા કર્યાનો આરોપ પણ છે. આ ઘટના 31 જુલાઈએ બની હતી. જેમાં છત્તીસગઢના 2 મજૂરોને ગોળી મારવામાં આવી હતી. આ પ્રકારના ટારગેટેટ એટેકના કારણે આ વખતે પણ શંકા મોહમ્મદ લતીફ બટ પર છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા મોહમ્મદ લતીફ બટ પર 15 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ મોહમ્મદ લતીફ બટ વિશે જાણકારી આપશે તેને 15 લાખ આપવામાં આવે છે. સુરક્ષા એજન્સીનું માનવું છે કે ઈનામની જાહેરાતથી મોહમ્મદ લતીફ બટને પકડવામાં મદદ મળશે. મોહમ્મદ લતીફ બટ સિવાય સુરક્ષા એજન્સીઓની વોન્ટેડ આતંકીઓની યાદીમાં અન્ય 3 નામ પણ છે. જેમાં પહેલું નામ મોહમ્મદ લતીફ બટ નું છે, ત્યારબાદ બિલાલ અહમદ મીર, મોહમ્મદ ઉમર મીર અને આબિદ ક્યૂમ લોન એમ 4 આતંકીઓના નામ સામેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *