CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓ વધી:₹2 કરોડની લાંચ ને સુસાઇડ કેસમાં 20 વર્ષ જૂની તપાસ ફરી શરૂ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 20 વર્ષ જૂના લાંચ માગવાના આરોપોની તપાસ થશે. કેરલમના ગૃહમંત્રી મેશ ચેન્નિથલાએ વિજિલન્સને તપાસના આદેશ આપ્યા છે.

આ મામલો માર્ગ નિર્માણ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. તે સમયે જ્ઞાનેશ કુમાર રાજ્યમાં PWD સચિવ હતા.

કોલ્લમના કોન્ટ્રાક્ટર સાજનનો આરોપ છે કે જ્ઞાનેશ કુમારે કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (KSTP)નું કામ પૂર્ણ થયા બાદ ચુકવણી કરવાના બદલામાં ₹2 કરોડની લાંચ માગી હતી.

હાલમાં કોંગ્રેસની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ SIRમાં ગેરરીતિના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ જ વર્ષે મે મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કેરલમમાં કોંગ્રેસની આગેવાની હેઠળના UDFએ 140માંથી 97 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. કોંગ્રેસ અહીં 10 વર્ષ બાદ સત્તામાં પરત ફરી છે.

સાજનનો આરોપ- લાંચના કારણે બીને આત્મહત્યા કરી

ફરિયાદ મળ્યા બાદ વિજિલન્સ વિભાગે પ્રાથમિક તપાસ કર્યા પછી કેસ નોંધવા માટે ગૃહ વિભાગ પાસેથી મંજૂરી માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાનૂની અભિપ્રાય લીધા બાદ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. વિજિલન્સ ટીમ પહેલેથી જ KSTP પ્રોજેક્ટ સાથે જોડાયેલા આરોપોની તપાસ કરી રહી છે. હવે આ નવી ફરિયાદની પણ તપાસ કરવામાં આવશે.

લીના મૃત્યુ બાદ 2006માં પણ વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. આરોપો સાબિત ન થતાં તપાસ બંધ કરી દેવામાં આવી હતી. નવી તપાસમાં એ પણ જોવામાં આવશે કે અગાઉની તપાસમાં આરોપો સાથે જોડાયેલા જરૂરી પાસાઓની તપાસ કરવામાં આવી હતી કે નહીં.

જ્ઞાનેશ કુમાર પર લાંચ માગવાના લગાવવામાં આવેલા આરોપો હજુ સુધી સાબિત થયા નથી. વિજિલન્સ આ આરોપોની તપાસ કરશે. જ્ઞાનેશ કુમારે અત્યાર સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

રાહુલ ગાંધી SIRમાં ગેરરીતિને લઈને સતત CECને ઘેરી રહ્યા છે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી SIRમાં ગેરરીતિનો આરોપ લગાવીને સતત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ઘેરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચ જાણીજોઈને લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવી રહ્યું છે. આ વિરુદ્ધ ઈન્ડિયા અલાયન્સે 1 નવેમ્બરે રેલી યોજી હતી. રાહુલ સહિત વિપક્ષના નેતાઓએ તેમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *