ભારતીય નારી સબ પર ભારી! UNમાં પાકિસ્તાનના સફેદ જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA)માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફના ભાષણ પર ભારતે જવાબ આપ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે ભારતના જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા પાકિસ્તાન પર નિશાન સાંધ્યું. પેટલ ગેહલોતે કહ્યું કે આજે બપોરે મહાસભાએ પાકિસ્તાનના પ્રતિનિધિની કેટલીક વિચિત્ર ટિપ્પણીઓ સાંભળી. આ એવા સમયે થયું છે કે જ્યારે ન્યૂયોર્ક શહેર અને દુનિયાએ 9/11 આતંકી હુમલાની 25મી વરસી ઉજવી.
તેમણે કહ્યું કે આ સંદર્ભને ધ્યાનમાં રાખવું જરૂરી છે. કારણ કે 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાની સેનાની પ્રમુખ એકેડેમીની બરાબર પાસે રહેતો હતો. તેમણે કહ્યું કે, આજે પાકિસ્તાનના પ્રતિનિધિએ આ સંસ્થાની સામે ઊંડી શ્રદ્ધા દેખાડી. પેટલ ગેહલોતે કહ્યું કે જેને પાકિસ્તાનીઓ પોતે ફોર્મ 47 સરકાર કહે છે આ બધુ તેમની પાસેથી જ અપેક્ષિત હોય.
પેટલ ગેહલોતે કહ્યું કે અમે લોકશાહી અધિકારો અને માનવમૂલ્યો પર એક એવા શાસન તરફથી પાખંડી ઉપદેશ સાંભળ્યા જેની રાજધાની હાલ પોતાના જ લોકો વિરુદ્ધ મજબૂત કરાઈ રહી છે અને આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તે સેનાનું, સેના દ્વારા અને સેના માટે શાસન છે. તેમના કઠપુતળી આવતા જતા રહે છે. પરંતુ આપણે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે નિર્ણય કોણ લે છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનની વાસ્તવિકતા તેના 27માં સંશોધન અને તેના વાસ્તવિક શાસકને અપાયેલી આજીવન પ્રતિરક્ષામાં વ્યક્ત થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે જે વિચાર સાંભળ્યા, તે એવા લોકો તરફથી આવ્યા છે જેમનો કટ્ટરતા, અને નફરતનો લાંબો રેકોર્ડ રહ્યો છે. તેઓ દિવસમાં સુરક્ષા જાળવી રાખવાનો દાવો કરે છે જ્યારે રાતે વાસ્તવમાં આતંકવાદને અંજામ આપે છે.