અમદાવાદમાં કફ સીરપના નશાના કાળા કારોબારનો પર્દાફાશ: નારોલ પોલીસે 21 લાખની 1798 બોટલો સાથે સ્કોર્પિયો કાર ઝડપી

 દવાની દુકાને મળતી એક સામાન્ય બોટલ…જે ઉધરસ મટાડવા માટે બને છે, એ જ બોટલ હવે આખા ગુજરાતના યુવાધનને ખોખલું કરવાનું હથિયાર બની ગઈ છે…અમદાવાદની નારોલ પોલીસે મધ્યરાત્રિએ અંધારામાં એક એવી કાળી સ્કોર્પિયો કારને આંતરી…જેની અંદરથી મળેલા જથ્થાએ પોલીસ ઉચ્ચ અધિકારીઓની પણ ઊંઘ ઉડાવી દીધી!.

વાત છે અમદાવાદના નારોલ વિસ્તારની…અને અહીંયા અંધારામાં દોડતી એક શંકાસ્પદ બ્લેક કલરની સ્કોર્પિયો કાર! પોલીસને બાતમી હતી કે આ કારમાં નશાનો મોટો જથ્થો છે…પોલીસે વોચ ગોઠવીને જ્યારે કારને આંતરી, ત્યારે અંદર બેઠેલા નવાજ હુસેન શેખ અને સરવર ખાન પઠાણના હોશ ઊડી ગયા…કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કેમ-કે ગાડીમાંથી એક-બે નહીં પણ પૂરી 1,798 નંગ પ્રતિબંધિત કફ સીરપની બોટલો મળી આવી! જેની બજાર કિંમત 21 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે

જે દવા લોકોની ઉધરસ મટાડવા માટે બને છે, તે જ દવાનો ઉપયોગ હવે યુવાધનને બરબાદ કરવા માટે થઈ રહ્યો છે…ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરતાં જ, નશાખોરો હવે આ ઘાતક સીરપના રવાડે ચડ્યા છે…પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, આ સમગ્ર નેટવર્કની દોરી જુહાપુરાના મોઈન શેખ નામના શખ્સના હાથમાં હતી…મોઈન જ આ દવાની આડમાં નશાનું દૂષણ ફેલાવવાનો માસ્ટરમાઈન્ડ છે.

હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તપાસના ગતિમાન કર્યા છે…સ્કોર્પિયો કાર અને 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે…પરંતુ અસલી સસ્પેન્સ હવે માસ્ટરમાઈન્ડ મોઈન શેખની ધરપકડ પર ટકેલું છે…મોઈન પકડાશે ત્યારે ખબર પડશે કે આ નશાની ખેપ ઓનલાઈન ક્યાંથી બુક થઈ હતી અને અમદાવાદના કયા કયા વિસ્તારોમાં સપ્લાય થવાની હતી?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *