UPI યુઝર્સને મોટી રાહત! 2000 રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ, સરકારની સ્પષ્ટતા

UPI Payment Charges: સરકારે UPI મારફતે પેમેન્ટ કરનારા લોકોને રાહત આપી છે. સરકારે આખરે UPI ચાર્જ અંગેના ઘણા દિવસોથી ફેલાયેલા મૂંઝવણને દૂર કરી દીધી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે બેન્કો અથવા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર ₹2,000 સુધીની UPI ચુકવણી પર કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ શુલ્ક વસૂલ કરી શકતા નથી. આ નિયમ RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતા પેમેન્ટ પર પણ લાગુ પડે છે.
સોમવારે નાણા મંત્રાલયે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ, 2007 હેઠળ એક મેમોરેન્ડમ જાહેર કર્યું હતું, જેમાં ₹2,000 સુધીની UPI ચુકવણીઓ અને RuPay ડેબિટ કાર્ડ ચુકવણીઓનો સમાવેશ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમોમાં થાય છે જે શુલ્કને પાત્ર નથી. પેમેન્ટ સાથે જોડાયેલા કાયદામાં તાજેતરના ફેરફારોથી UPI પેમેન્ટ પર ભવિષ્યમાં ફી લાદવામાં આવી શકે છે તેવી ચિંતાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા આવી છે.
માત્ર આટલું જ નહીં, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકોએ UPIનો ઉપયોગ કરવા માટે કોઈ ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે નહીં. પરિણામે દરરોજ UPI દ્વારા ચુકવણી કરતા સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
નાની ચુકવણીઓ માટે રાહત
નાણા મંત્રાલયના આ નવા નોટિફિકેશનથી નાના ડિજિટલ પેમેન્ટ કરતા ગ્રાહકો માટે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ છે. આનો અર્થ એ છે કે જો કોઈ ગ્રાહક UPI દ્વારા ₹2,000 સુધીની ચુકવણી કરે છે.તો બેંક અથવા ચુકવણી સિસ્ટમ પ્રદાતા તેમની પાસેથી સીધી કે આડકતરી રીતે ટ્રાન્ઝેક્શન ફી વસૂલ કરી શકશે નહીં. ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ 2026માં UPI દ્વારા 2,366 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય આશરે 29.9 લાખ કરોડ હતું.