4 વરસાદી સિસ્ટમોનું તાંડવ! 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં રેડ, ક્યાં ઓરેન્જ એલર્ટ?

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ગુજરાતના માથે એક સાથે 4 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. જેને કારણે 13થી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટન ડિસ્ટબન્સ લો પ્રેસર સિસ્ટમ સક્રિય છે. 14, 15 સપ્ટેમ્બર માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની આગાહી છે.
ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા અને જામનગર માટે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 75 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી દિવસોમાં પવનની ઝડપ 60થી 70કિમી રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની શક્યતા. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 14 થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 12 ઇંચ ઉપર વરસાદ થવાની શક્યતા. 15 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને દરિયાના ભાગોમાં થઈને રાજસ્થાનના ભાગોમાં થઈને ઉત્તર ભારત તરફ જવાની શક્યતા. દ્વારકા પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા મધ્યમથી ત્રણ ઇંચ સુધી કે તેથી વધુ વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કાઢવા મધ્યમથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. મહીસાગર પંચમહાલના ભાગમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી લઈને ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે.