ગુજરાત પર ભયંકર વાવાઝોડાનો ખતરો! સૌથી મોટી હાઈ એલર્ટની ચેતવણી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થતાં ખેડૂતો અને તંત્રએ રાહત અનુભવી છે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. રાજ્યમાં મોન્સૂન ટ્રફ, અપર એર સર્ક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય થવાના કારણે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આજે ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 5 થી 6 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, મહિસાગર, પંચમહાલ તેમજ અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ (5 થી 5 ઈંચ સુધી) પડી શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહિસાગર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે. આગામી સમયમાં દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ અને મોરબીના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ તથા ત્રણ ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.