રશિયન રાષ્ટ્રપતિ પુતિન BRICS સમિટ માટે ભારત પહોંચ્યા: Su-57 ફાઇટર જેટ અને અપડેટેડ બ્રહ્મોસની ડીલ થઈ શકે

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS સમિટમાં સામેલ થવા માટે ભારત પહોંચી ગયા છે. પુતિનનું પ્લેન રાત્રે લગભગ 3 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યું. એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી કેવી સિંહે પ્રેસિડેન્ટ પુતિનનું સ્વાગત કર્યું.
રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનર પછી પુતિનનો કાફલો એરપોર્ટથી રવાના થયો. રશિયન રાષ્ટ્રપતિ દિલ્હીની મૌર્યા શેરેટન હોટલમાં રોકાશે.
ફેબ્રુઆરી 2022 માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી રશિયા બહાર થઈ રહેલી કોઈ બ્રિક્સ સમિટમાં આ પુતિનની પહેલી વ્યક્તિગત ભાગીદારી હશે.
બ્રિક્સ સમિટ પહેલાં પ્રધાનમંત્રી મોદી અને પુતિનની બેઠક થશે. આમાં Su-57 ફાઈટર જેટ અને અપડેટ કરેલી બ્રહ્મોસ સહિત કેટલીક ડિફેન્સ ડીલ પર ચર્ચા થઈ શકે છે.
રશિયા ભારતને વિમાનના વેચાણની સાથે ભારતમાં તેનું ઉત્પાદન અને જરૂરી ટેકનોલોજી શેર કરવાની પેશકશ પહેલાથી જ કરી ચૂક્યું છે.
ભારત ઈચ્છે છે કે આ ડીલથી તેને એવી ટેકનોલોજી મળે, જેનો ઉપયોગ આગળ સ્વદેશી લડાયક વિમાન બનાવવામાં પણ કરી શકાય.
બ્રિક્સ સમિટમાં સામેલ થઈ રહેલા દુનિયાના 2 મોટા નેતાઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાફલા સૌથી મોટા હશે. ગુરુવારે જેવર એરપોર્ટ પર 3 રશિયન ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા પુતિનનો કાફલો અને ઓરસ સીનેટ બખ્તરબંધ લિમોઝિન પણ ભારત પહોંચી.