અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યા કરી ભાગી રહેલો ભારતીય વિદ્યાર્થી જર્મનીથી ઝડપાયો

અમેરિકાના એરિઝોનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 19 વર્ષીય ગર્લફ્રેન્ડની હત્યા કરીને વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય ભારતીય યુવકની જર્મનીથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.

અમેરિકાના એરિઝોનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 19 વર્ષીય ગર્લફ્રેન્ડની હત્યા કરીને વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય ભારતીય યુવકની જર્મનીથી ધરપકડ કરવામાં આવી છે.

ગર્લફ્રેન્ડની હત્યા કર્યા બાદ વરુણ ટક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો હતો અને ત્યાંથી હ્યુસ્ટનની ફ્લાઇટ પકડી હતી. ત્યારબાદ હ્યુસ્ટનથી તે જર્મનીના બર્લિન માટે રવાના થયો હતો. એરિઝોના પોલીસ અને સંઘીય એજન્સીઓએ તેને સતત ટ્રેક કરીને ધરપકડ માટેનું વોરન્ટ ઇશ્યૂ કરાવ્યું હતું. જેથી વરુણ બર્લિન પહોંચ્યો કે તરત જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, તે જર્મની થઈને ભારત ભાગી જવાની ફિરાકમાં હતો. હવે તેને એરિઝોના લાવીને પિમા કાઉન્ટી અડલ્ટ ડિટેન્શનમાં રાખવામાં આવશે, જ્યાં તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો કેસ ચાલશે.

શારીરિક શોષણ અને સંબંધોમાં તણાવ

રિપોર્ટ્સ અનુસાર, જુલિસા વરુણ દ્વારા થતા શારીરિક અને યૌન શોષણથી કંટાળી ગઈ હતી અને તેની સાથે સંબંધ પૂરો કરવાનું વિચારી રહી હતી. 5 ઓગસ્ટે જુલિસાના રૂમમાંથી જોરથી બૂમો પાડવાનો અવાજ પણ આવ્યો હતો. વરુણ એરિઝોના યુનિવર્સિટીમાં બિઝનેસ એનાલિટિક્સનો અભ્યાસ કરતો હતો, પરંતુ અગાઉ મારામારીના કારણે તેને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

તેના પર ઘરેલુ હિંસાના આરોપો પણ હતા અને મે મહિનાનો એક કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. તાજેતરમાં જ વરુણની નોકરી પણ છૂટી ગઈ હતી, જેના કારણે તેને ભાડું ચૂકવવામાં તકલીફ પડી રહી હતી અને તેનો ઇમિગ્રેશન સ્ટેટસ પણ ખતરામાં હતો. જોકે, આ જ કારણોસર તેણે હત્યા કરી કે કેમ, તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, વરુણ બાચીગારી નામના આ ભારતીય નાગરિક પર તેની ગર્લફ્રેન્ડ અને કોલેજ સ્ટુડન્ટ જુલિસા રૂબી સાલાઝારનું ગળું દબાવીને હત્યા કરવાનો આક્ષેપ છે. જુલિસા ગુરુવારે ટક્સનમાં યુનિવર્સિટી ઓફ એરિઝોના પાસે આવેલા પોતાના એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. જુલિસાના પરિવારે ફરિયાદ કરતા જ્યારે પોલીસે એપાર્ટમેન્ટમાં પહોંચીને તપાસ કરી, ત્યારે તે અચેત અવસ્થામાં મળી આવી હતી અને તેના શરીર પર ઇજાના નિશાન પણ હતા. તપાસકર્તાઓએ વરુણની મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખ કરી હતી. એવું પણ સામે આવ્યું છે કે હત્યા બાદ આરોપીએ જુલિસાનો ફોન તથા ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધા હતા અને તેની માતાને મેસેજ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *