શબાના આઝમીને થયો અત્યંત ચેપી Swine Flu, કેવા હોય સ્વાઈન ફ્લુના લક્ષણો ?

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીના સ્વાસ્થ્ય અંગે એક ચિંતાજનક જાણકારી સામે આવી છે. શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયો છે જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા જ શબાના આઝમી દિલ્હીના જંતર મંતર ખાતે સ્ટુડન્ટના પ્રોટેસ્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમની તબિયત લથડી હતી. હવે સામે આવ્યું છે કે એક્ટ્રેસને સ્વાઇન ફ્લુ થઈ ગયો છે. જેના કારણે તે આજે વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટમાં ભાગ નહીં લઈ શકે આ વાતની જાણકારી અભિનેત્રીની ટીમ દ્વારા શેર કરવામાં આવી હતી.

20 જુલાઈ સોમવારે શબાના આઝમી દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા હતા. તે દરમિયાન ટીયર ગેસના કારણે શબાના આઝમીની તબિયત લથડી હતી અને તેમને અસ્થમા એટેક આવ્યો હતો. તે સમયે તેમને તુરંત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર પછી હવે ખબર સામે આવી છે કે શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયો છે અને અભિનેત્રીને 102 ડિગ્રી તાવ રહે છે, ડોક્ટરે તેમની સારવાર શરૂ કરી છે અને આરામ કરવાની સલાહ આપી છે. આ ખબર સામે આવતાની સાથે લોકોને અભિનેત્રીના સ્વાસ્થ્યની ચિંતા વધી ગઈ છે. જોકે ચિંતા તો એ વાતની પણ કરવી જરૂરી છે કે સ્વાઈન ફ્લૂ અત્યંત ચેપી રોગ છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો

અચાનક તાવ આવવો
ઠંડી લાગવી
સૂકી ઉધરસ થવી
ગળામાં ખરાબ
સ્નાયુમાં દુખાવો
સાંધામાં દુખાવો
શરીરમાં નબળાઈ
માથામાં દુખાવો
સતત થાક લાગવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *