કાન ખુલ્લા રાખજો અને મોઢું કેટલું ખોલવું તમારા પર નિર્ભર છેઃ હર્ષ સંઘવી

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો અપાયા હતા.નવનિયુક્ત પીએસઆઈઓને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરતા કહ્યુ કે, કાયદો તોડે એની શું હાલત કરવી જોઈએ એ તમને ખબર હોવી જોઈએ. સરકારી નોકરી મેળવવી એ એક સપનું હોય છે. પુસ્તક સિવાયના કામો તમારી સામે આવશે એ જ કામ બની રહેશે. પોલીસ એટલે શું ગુનેગારો ને સીધા કરવાની ફોર્સ, કાયદો વ્યવસ્થા તમે સંભાળવા જઈ રહ્યા છો.

તેમણે વધુમાં કહ્યુ કે,તમે તમારા પરિવાર સાથે પણ સમય આપજો. સાહેબ કહેવાવાળાથી દૂર રહેજો. કાન ખુલ્લા રાખજો અને મોઢું કેટલું ખોલવું તમારા પર નિર્ભર છે.

તેમણે કહ્યુ કે,ટેકનિકલ ઈન્ટેલિજન્સ કરતા હ્યુમન ઈન્ટેલિજન્સ વધારે જરૂર છે. પોલીસ મથકમાં સાહેબ બનવાના બદલે સૌથી જૂના કોન્સ્ટેબલ પાસે વધારે માહિતી હશે. સૌથી વધુ લાંચીયા અધિકારીઓને ગંગાજળ પીવડાવ્યું હોય તો તે મુખ્યમંત્રી છે. ગંગાજળ આપડા સુધી ન પોહોંચ એ જવાબદારી તમારી છે.

ગાંધીનગરના NFSU ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ બેડામા નવનિયુક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને સત્તાવાર નિમણૂક પત્રો અપાયા હતા.હર્ષ સંઘવીએ વધુમાં કહ્યુ કે, નવા ભારત અને નવા ગુજરાતમાં તમારો સિંહફાળો છે. શાંતિ વગર વિકાસ ક્યારેય શક્ય નથી. કોઈ પણ કામ કરો નિષ્ઠાથી કરો એટલે સરકાર તમારી સાથે ઉભી રહે. ગઈકાલનો ચૂકાદો એનો જ પરિણામ છે. સરકાર અને પોલીસ નિષ્ઠાથી કામ કરે તો આવા પરિણામ આવે. કોઈ છૂટી શકે એ શક્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *