PM મોદીનો ઈન્ડોનેશિયા પ્રવાસ: અસ્ત્રથી EVM સુધી… ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે સહકારનો નવો અધ્યાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઈન્ડોનેશિયાના પ્રવાસે છે. રણનીતિક રીતે ઈન્ડોનેશિયા  ભારત માટે ખુબ મહત્વનું છે. તેમના આ પ્રવાસે હાલના સમયમાં ગ્લોબલ જિયોપોલિટિક્સમાં ખળભળાટ મચાવ્યો છે. ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે થનારી કેટલીક ઐતિહાસિક ડિફેન્સ અને ઈકોનોમિક ડીલ્સ પર દુનિયાભરની નજર છે જે એશિયામાં શક્તિનું સંતુલન બદલી શકે છે. પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે અનેક મોટી રણનીતિક, ડિફેન્સ અને આર્થિક સમજૂતિઓ પર મહોર લાગી છે. બંને દેશો વચ્ચે આ સહયોગ મિસાઈલ સિસ્ટમ, ખનીજો અને સમુદ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં થયો છે. 

પીએમ મોદીના આ પ્રવાસનું સૌથી મોટું પરિણામ ઈન્ડોનેશિયા દ્વારા ભારતની સ્વદેશી હવામાંથી હવામાં માર કરનારી અસ્ત્ર મિસાઈલને ઈમ્પોર્ટ કરવાનો નિર્ણય છે. ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન આ મિસાઈલની તાકાત અને સફળતાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ઈન્ડોનેશિયાએ તેમાં રસ દેખાડ્યો છે. 

આ સમજૂતિ ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે રક્ષા સહયોગ પહેલા કરતા વધુ મજબૂત કરી શકે છે. આ સાથે જ ભારતના ડિફેન્સ એક્સપોર્ટ માટે પણ એક મહત્વની ઉપલબ્ધિ ગણાશે. અસ્ત્ર મિસાઈલ ભારતમાં જ તૈયાર થતી હવામાંથી હવામાં માર કરનારી મિસાઈલ છે. જેને દુશ્મનોના ફાઈટર વિમાનો અને અન્ય હવાઈ લક્ષ્યોને લાંબા અંતરથી નિશાન બનાવવા માટે તૈયાર કરાઈ છે. જેને ભારતીય પરિસ્થિતિઓ અને આધુનિક યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. 

આ સાથે જ ઈન્ડોનેશિયા પોતાના બ્રહ્મોસ મિસાઈલોના સ્ટોકને પણ વધારવાની તૈયારીમાં છે. ભારત આ મામલે ઈન્ડોનેશિયાની મદદ કરશે અને તેને વધુ બ્રહ્મોસ મિસાઈલ બેટરીઓ સપ્લાય કરશે. 

EVM ટેક્નોલોજી
ઈન્ડોનેશિયા ભારતના ચૂંટણી મોડલના વખાણ કરતું આવ્યું છે. હવે ભારત ત્યાંના પ્રમાણે ખાસ ઈન્ડોનેશિયા-વિશિષ્ટ EVM ડેવલપ કરવામાં મદદ કરશે. 

સ્ટીલ અને નીકલમાં ભારત કરશે રોકાણ
ક્રિટિકલ મિનરલ સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ભારત ઈન્ડોનેશિયામાં સ્ટીલ, નીકલ અને રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ્સના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મોટું રોકાણ કરશે. 

સાબાંગ પોર્ટનો સંયુક્તપણે વિકાસ
આ સાથે જ રણનીતિક રીતે ખુબ જ મહત્વપૂર્ણ એવા સાબાંગ પોર્ટને બંને દેશો મળીને ડેવલપ કરશે. આ પોર્ટ મલક્કા જળમાર્ગ પાસે આવેલું છે અને ભારતના ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટથી માત્ર 100 માઈલના અંતરે છે. તેનાથી વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા અને કનેક્ટિવિટીને ઘણી મજબૂતી મળશે. 

પીએમ મોદીને મળ્યું વધુ એક સન્માન
પીએમ મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સિબિયાંતોએ પીએમ મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઈન્ડોનેશિયા ગણરાજ્યના બિંટાંગ આદિપૂર્ણા  (Bintang Republik Indonesia Adipurna) પુરસ્કારથી સન્માનિત કર્યા છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ સેશેલ્સે પણ પીએમ મોદીને પોતાના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લૂ હોરાઈઝનથી સન્માનિત કર્યા હતા. પીએમ મોદીને અત્યાર સુધી જે પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કારો મળ્યા છે તે પણ જાણો. 

પીએમ મોદીને ઈન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા બાદ પીએમ મોદી સાથે સ્ટેટ ડીનરમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ હળવા અંદાજમાં એક મોટો સંદેશ પણ આપ્યો. તેમે પીએમ મોદીને કહ્યું હું તમારી કરિયર અને તમારી અનેક ઉપલબ્ધિઓની નકલ કરી રહ્યો છું. સારી વાત છે કે આ પ્રગતિનો કોઈ કોપીરાઈટ નથી. જેવા તેમણે આ શબ્દો કહ્યા કે હોલમાં હાસ્ય રેલાઈ ગયું. જે ભારત અને ઈન્ડોનેશિયાની ગાઢ બનતી મિત્રતા અને આપસી સન્માનની સુંદર ઝલક હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *