અફઘાનિસ્તાનમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપથી દિલ્હીથી કાશ્મીર સુધી જોરદાર આંચકા! લોકોમાં ફફડાટ

27 જૂન, 2026ના રોજ શનિવારે સાંજે અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા ભારતમાં કાશ્મીરથી લઈને દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. સાંજે 7 વાગ્યાની આસપાસ અચાનક જમીન હચમચી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો પોતાના ઘરો તેમજ ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. સદ્ભાગ્યે ભારતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ આંચકાઓએ તાજેતરમાં વેનેઝુએલા અને ફિલિપાઇન્સમાં થયેલી ભૂકંપની ભયંકર તારાજીની યાદ લોકોના માનસપટલ પર તાજી કરી દીધી છે.

ભારત સરકારની ભૂકંપ પર દેખરેખ રાખતી નોડલ એજન્સી ‘નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી’ (NCS) અને ‘ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ’ (GES) ના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ઉત્તર અને પૂર્વ ભાગમાં આવેલા જુર્મથી 43 કિલોમીટર દક્ષિણમાં હતું. ‘X’ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં પણ જણાવાયું છે કે, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા ધરાવતો આ ભૂકંપ સાંજે બરાબર 7 વાગ્યે નોંધાયો હતો.

અફઘાનિસ્તાનમાં આવેલા આ ભૂકંપની સીધી અસર ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી સુધીના વિસ્તારોમાં આંચકા અનુભવાતા સાવચેતીના પગલારૂપે લોકોએ તરત જ ઇમારતો ખાલી કરી દીધી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનનો ‘હિન્દુ કુશ’ પ્રદેશ હતો, જે વિશ્વના સૌથી વધુ સક્રિય ભૂકંપ ઝોનમાંનો એક માનવામાં આવે છે. ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો સતત એકબીજા સાથે ટકરાતી હોવાને કારણે આ પ્રદેશમાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *