ગુજરાતમાં CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસ ઘટનાસ્થળે દોડી

અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશન ઓફિસમાં બપોરે 3:11 વાગ્યે, મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં 1:11 વાગ્યે અને આરએસએસ કાર્યાલયમાં સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેઇલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંબંધિત સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તમામ પરિસરો ખાલી કરી દેવામાં આવ્યા હતા. ફાયરની ટીમ, પોલીસની ટીમ,  બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમ હાજર રહી હતી. તપાસ આદરી હતી.

નોંધનીય છે કે અગાઉ પણ 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઇલ મળી ચૂક્યા છે. તાજેતરમાં આરએસએસ કાર્યાલયને નિશાન બનાવી બ્લાસ્ટ કરવાની ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે અને ઈમેઇલ મોકલનારની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

 અમદાવાદની ખમાસા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અજાણ્યા ઈમેલ અથવા કોલ મારફતે મળેલી ધમકી બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ટીમ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી 

કચેરી પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને કર્મચારીઓની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે.  મળતા અહેવાલ પ્રમાણે અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.મળતા અહેવાલ પ્રમાણે CMO1.11, AMC ઓફિસને 3.11 વાગ્યે અને RSS કાર્યાલયને 5.11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

શહેરના તમામ સંવેદનશીલ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

મળતી માહિતી અનુસાર, આ ધમકીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસ ખાતે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. ધમકીની ગંભીરતાને જોતાં પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ હાઈ-ઍલર્ટને પગલે શહેરના તમામ સંવેદનશીલ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ ઘટનાને રોકવા માટે તમામ સ્તરે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *