નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો છે. 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પહેલી વાર વડાપ્રધાન પદ સંભાળ્યું અને 4399 દિવસનો સતત કાર્યકાળ પૂર્ણ કર્યો. તેમણે 1952 પછી ચૂંટાયેલી સરકારના ભાગ રૂપે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના 4398 દિવસનો રેકોર્ડ પાછળ છોડી દીધો હતો. આ રીતે નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે.
વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્રતા પછીના ભારતને સંસ્થાગત બનાવ્યું અને રાષ્ટ્રનિર્માણનું કાર્ય હાથ ધર્યું. નરેન્દ્ર મોદીએ આ દ્રષ્ટિકોણને આગળ ધપાવતા વિકસિત ભારત બનાવવાનો પાયો નાખ્યો અને 21મી સદીના ભારતને એક શક્તિના રૂપમાં વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યો છે. દેશ અને દુનિયાના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે: આગળ શું?
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા છે. સ્વતંત્ર ભારતના બંધારણના અમલ પછી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 13 મે, 1952ના રોજ શપથ લીધા હતા. આ પછી નહેરુએ સતત 4397 દિવસ, એટલે કે 12 વર્ષ અને 14 દિવસ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 10 જૂનના રોજ, પીએમ મોદીએ સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાનો નેહરુનો રેકોર્ડ તોડ્યો હતો.
નરેન્દ્ર મોદીએ 4398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ વડા પ્રધાન તરીકે પૂર્ણ કર્યા છે. પીએમ મોદીએ 26 મે, 2014ના રોજ પ્રથમ વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 9 જૂન, 2024ના રોજ તેમણે એનડીએના ત્રીજા કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને સૌથી લાંબા કાર્યકાળ સાથે વડાપ્રધાન બન્યા હતા.
નહેરુ 15 ઓગસ્ટ, 1947ના રોજ વડાપ્રધાન બન્યા હતા પરંતુ 1952ની લોકસભાની ચૂંટણી અગાઉ સુધી તે પાંચ વર્ષ વચગાળાની સરકારના પ્રમુખ હતા. 1947 થી 27 મે, 1964 સુધી નેહરુએ વડા પ્રધાન તરીકે સેવા આપી. પંડિત જવાહરલાલ નેહરુનો પૂર્ણ કાર્યકાળ 6130 દિવસનો છે, પરંતુ લગભગ પાંચ વર્ષ સુધી તેમણે વચગાળાની સરકારના વડા તરીકે વડાપ્રધાન રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે રાજકીય તાકાત મેળવી છે જેના પરિણામે એક ડઝનથી વધુ રાજ્યોમાં તેની સરકાર છે. બંગાળથી રાજસ્થાન, આસામથી ગુજરાત સુધી ભાજપ સત્તામાં છે. નેહરુના રેકોર્ડને તોડવો એ નરેન્દ્ર મોદીની રાજકીય લોકપ્રિયતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. સતત ત્રણ વખત સત્તામાં આવવું અને સત્તામાં રહેવું એ મોદી બ્રાન્ડની તાકાત દર્શાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચ્યો છે પરંતુ હવે લિટમસ ટેસ્ટનો સમય છે. પીએમ મોદીનો હવે એજન્ડા વિકસિત ભારત અને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો છે. 2026નું વર્ષ ભારત માટે “રિફોર્મ એક્સપ્રેસ”નું વર્ષ બની ગયું છે. મોદી સરકાર આગામી બે થી ત્રણ વર્ષમાં ભારતનો GDP એ સ્તરે વધારવાનો લક્ષ્ય રાખે છે જ્યાં આપણે જર્મની અને જાપાનને પાછળ છોડી દઈએ અને અમેરિકા અને ચીનથી પાછળ રહી જઈએ.
પીએમ મોદીનું વિઝન દૂરગામી છે. તેમનો સૌથી મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘વિકસિત ભારત 2047’ છે. ભારતને વિકસિત દેશ બનાવવા માટે મોદી સરકાર સેમિકન્ડક્ટર હબ, ગ્રીન હાઇડ્રોજન અને ડિજિટલ ગવર્નન્સ પર રેકોર્ડ ગતિએ કામ કરી રહી છે. 2014માં દેશમાં માત્ર થોડાક સ્ટાર્ટઅપ્સ હતા, પરંતુ હવે 2026 સુધીમાં તેમની સંખ્યા 2.3 લાખને વટાવી ગઈ છે. મોદીનું આગામી વિઝન ભારતની ‘સ્પેસ ઈકોનોમી’ને થોડા વર્ષોમાં વર્તમાન $9 બિલિયનથી વધારીને $45 બિલિયન કરવાનું છે, જેમાં ખાનગી ક્ષેત્ર મુખ્ય ભૂમિકા ભજવશે.