ડો.તપન શાહ સ્પેશિયલ:એલ જી હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી નીકળી એક નહીં બે નહીં 205 પથરીઓ.. પછી શું થયું આગળ જુઓ અહીં ક્લિક કરી

35 વર્ષની મહિલા ને પેટ ભારે થવું, જમણી બાજુ ઉપર દુખાવો થવો, ઉબકા આવવા જેવી તકલીફો સાથે એલ.જી. હોસ્પિટલમાં opd મા આવ્યા, આવી તકલીફ પહેલા પણ થઈ હતી, પરંતુ ગેસ – એસિડિટી ની તકલીફ હસે એવું માનીને દવાની દુકાને થી ગોળી લેતા હતા પરંતુ આ વખતે દુખાવો વધુ થયો તેથી તે બતાવા આવ્યા, જેમની સોનોગ્રાફી કરાવતા પિત્તાશયમાં ઘણી બધી પથરી હોવાનું આવ્યું તેથી તેમને દાખલ કરીને ઓપરેશન (પિત્તાશય જ કાઢવું પડે) કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ઓપરેશનમાં પિત્તાશય એકદમ ફુલેલું અને પિત્તની નળી પણ ખૂબ મોટી થયેલી હતી, જ્યારે ઓપરેશન પછી પિત્તાશય બહાર કાઢીને ખોલ્યું તો તેમાંથી અધધ ઢગલો પથરી નીકળી જે ગણતાં નાની મોટી 205 જેટલી હતી.

ઓપરેશન પછી દર્દી ને stable condition માં રજા આપવામાં આવી.

પિત્તાશય ની પથરી જ્યારે નાની હોય કે ઘણી બધી હોય તો શું complications થઈ શકે,

  1. પિત્તનળીમાં અવરોધ
    નાની પથરીઓ મુખ્ય પિત્તનળીમાં જઈ ફસાઈ શકે છે. જેના કારણે પિત્તરસનો પ્રવાહ બંધ થઈ જાય છે.
  2. કમળો (Jaundice)
    પિત્તનળીમાં અવરોધ થતાં આંખો અને ચામડી પીળી થઈ શકે છે તથા પેશાબ ગાઢ પીળો થઈ શકે છે.
  3. ગંભીર ચેપ
    પિત્તનળીમાં અવરોધ સાથે ચેપ લાગી શકે છે, જેને Cholangitis કહેવાય છે. આ સ્થિતિ તાત્કાલિક સારવાર માંગે છે.
  4. સ્વાદુપિંડનો સોજો (Acute Pancreatitis)
    આ સૌથી ગંભીર જટિલતાઓમાંની એક છે. નાની પથરી સ્વાદુપિંડની નળીના મુખ પાસે ફસાઈ જાય તો સ્વાદુપિંડમાં સોજો આવી શકે છે. કેટલાક કેસમાં આ જીવલેણ પણ બની શકે છે.

પિત્તાશયની પથરી (Gall Bladder Stone) ત્યારે બને છે જ્યારે પિત્તરસમાં રહેલા કોલેસ્ટેરોલ, પિત્ત રંગદ્રવ્યો (Pigments) અથવા અન્ય ઘટકોનું સંતુલન બગડે અને તે ધીમે ધીમે સ્ફટિક બની પથરીનું રૂપ ધારણ કરે.

  1. વધુ કોલેસ્ટેરોલ
  2. સ્ત્રીઓમાં વધુ જોખમ
  3. વધતું વજન અને સ્થૂળતા
  4. ઝડપથી વજન ઘટાડવું
  5. ગર્ભાવસ્થા
    ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારો અને પિત્તાશયની ગતિ ધીમી પડવાથી પથરી થવાની શક્યતા વધે છે.
  6. ડાયાબિટીસ
  7. કુટુંબમાં ઇતિહાસ
  8. વધુ ચરબીયુક્ત આહાર
    તેલવાળો, તળેલો અને જંક ફૂડનો વધુ ઉપયોગ પથરીનું જોખમ વધારી શકે છે.
  9. વધતી ઉંમર
    40 વર્ષ પછી પથરી થવાની સંભાવના વધે છે.
  10. લાંબા સમય સુધી ઉપવાસ

4-10% in india
7.4% in Gujarat ….દર મહિને એલ. જી. હોસ્પિટલમાં પિત્તાશયની 60-70 સર્જરી કરવામાં આવે છે

આ ઓપરેશન એલ. જી. હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં વડા ડૉ. અસિત પટેલ ના માર્ગદર્શનમા ડૉ. તપન શાહ, ડૉ. પાર્થ પટેલ અને ડૉ. રિદ્ધિ દ્વારા એનેસ્થેશિયા તથા ot સ્ટાફની મદદ થી કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *