IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

IPL 2026 નો ધમાકેદાર અંત આવી ગયો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સતત બીજી વાર ચેમ્પિયન બની ગયું છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગ્લોરે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર જીત સાથે જ RCB પર પૈસાનો વરસાદ થયો છે. જોકે, માત્ર જીતનાર ટીમ જ નહીં, પણ ફાઇનલમાં હારેલી ગુજરાત ટાઇટન્સ અને પ્લેઓફમાં પહોંચેલી અન્ય ટીમોને પણ બમ્પર ઈનામી રકમ મળી છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે ટાઇટલ જીતનાર ટીમથી લઈને ચોથા નંબર પર રહેલી ટીમને અને કયા ખેલાડીને કેટલા રૂપિયા મળ્યા છે.

વિજેતા RCB ને મળ્યા 20 કરોડ: આ સિઝનમાં ટ્રોફી ઉઠાવનારી રજત પાટીદારની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને ઈનામ રૂપે અધધ 20 કરોડ રૂપિયાની માતબર રકમ આપવામાં આવી છે.

રનર-અપ ગુજરાતને પણ મળ્યા કરોડો: ફાઇનલમાં ભલે ગુજરાત ટાઇટન્સ હારી ગયું હોય, પરંતુ શુભમન ગિલની આ ટીમને પણ રનર-અપ તરીકે 13 કરોડ રૂપિયાનું મોટું ઈનામ મળ્યું છે.

ત્રીજા અને ચોથા નંબરની ટીમો પણ માલામાલ

ઈનામની રકમ માત્ર ફાઇનલમાં પહોંચેલી બે ટીમો પૂરતી મર્યાદિત નહોતી. પ્લેઓફમાં પહોંચેલી અન્ય બે ટીમોને પણ કરોડો રૂપિયા મળ્યા છે:

પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ રમનારી સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી, જેને ઈનામ પેટે 7 કરોડ રૂપિયા મળ્યા છે.

જ્યારે રિયાન પરાગની કેપ્ટનશીપવાળી રાજસ્થાન રોયલ્સ, જે ચોથા નંબરે રહી હતી, તેને 6.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.

ખેલાડીઓ પર પણ થઈ ધનવર્ષા

ટીમો સિવાય આખી ટુર્નામેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દિલ જીતનારા ખેલાડીઓને પણ ખાસ એવોર્ડ અને લાખો રૂપિયાના ઈનામ અપાયા છે:

ઓરેન્જ કેપ વિજેતા (સૌથી વધુ રન): 10 લાખ રૂપિયા

પર્પલ કેપ વિજેતા (સૌથી વધુ વિકેટ): 10 લાખ રૂપિયા

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP): 10 લાખ રૂપિયા

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન (ઉભરતો ખેલાડી): 10 લાખ રૂપિયા

સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી: 10 લાખ રૂપિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *