સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે પક્ષીઓ માટે બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે જીવ દયા પ્રોજેક્ટ અંતર્ગત જાહેર જનતાને પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રો અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા વધારવાનો તેમજ સમાજમાં જીવદયા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. વસ્ત્રાપુર લેક ખાતે આવતા-જતા લોકોને બર્ડ ફીડર આપવામાં આવ્યા અને તેમને પોતાના ઘર, બાલ્કની, ધાબા અથવા આસપાસની જગ્યાએ પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ અસ્મિતા બલદાણીયા આહિર, વાઈસ પ્રેસિડેન્ટ રાજભા રાઠોડ મેઘના ઓઝા, SPF ડાયરેક્ટર ભાવિક ભોજક, જોઈન્ટ સેક્રેટરી દેવલ દેસાઈ તથા સોશિયલ મીડિયા ઓફિસર નિયતિ શાહ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.
આ કાર્યક્રમ કર્તવ્ય ફાઉન્ડેશન ના સહયોગથી યોજવામાં આવ્યો હતો.
જીવ દયા એ માનવતાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. પક્ષીઓને પાણી અને ખોરાક આપવો એ માત્ર સેવા જ નહીં પરંતુ આપણી નૈતિક જવાબદારી પણ છે. ચાલો, આપણે સૌ મળીને જીવમાત્ર પ્રત્યે કરુણા અને સંવેદનાનો ભાવ રાખી જીવ દયાના કાર્યોમાં જોડાઈએ. 🕊️💚
સેવા પ્રયાસ ફાઉન્ડેશન – સેવા, સંવેદના અને સમાજ કલ્યાણ માટે સતત કાર્યરત. ✨🙏