કોકરોચ જનતા પાર્ટીને દિલ્હી HCમાંથી મોટો ઝટકો:X એકાઉન્ટને તાત્કાલિક રિસ્ટોર કરવાની ના પાડી

દિલ્હી હાઈકોર્ટે આજે ‘કોકરોચ જનતા પાર્ટી'(CJP)ના બ્લોક કરાયેલા સોશિયલ મીડિયા હેન્ડલ ‘એક્સ’ એકાઉન્ટને તાત્કાલિક રિસ્ટોર કરવાના આદેશ આપવાની ના પાડી હતી. હાઈકોર્ટે CJPની અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે આ પેજ પરની સામગ્રી વાંધાજનક લાગી રહી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે કોકરોચ જનતા પાર્ટીના ‘એક્સ’ પરના એકાઉન્ટને બ્લોક કરવા સામે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
બેન્ચે અરજીની સુનાવણી કરતા અભિજીત દીપકેને કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે આ મામલે સંપૂર્ણ વિચારણા કરવાની જરૂર છે. આમાં કોઈ પણ આદેશ કેન્દ્ર સરકાર અને ‘એક્સ’નો પક્ષ સાંભળ્યા પછી જ આપવામાં આવશે.
હાઈકોર્ટે કેન્દ્ર અને ‘એક્સ’ પાસેથી વિગતવાર સોગંદનામું માંગ્યું
અભિજીત દીપકે વતી હાજર થયેલા વકીલ અખિલ સિબ્બલે હાઈકોર્ટને ‘એક્સ’ એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવા વિનંતી કરી. વકીલે કહ્યું કે ભલે કથિત વાંધાજનક પોસ્ટને અસ્થાયી રૂપે બ્લોક રહેવા દેવામાં આવે. સિબ્બલે દલીલ કરી કે આ પહેલા પણ આવા જ પાંચ કેસોમાં આવી જ વચગાળાની રાહત આપવામાં આવી હતી. કોર્ટે કેન્દ્ર અને ‘એક્સ’ને વિગતવાર સોગંદનામું દાખલ કરવા પણ જણાવ્યું છે.
હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈ સુધી મુલતવી રાખી છે. જોકે, કોર્ટે દીપકેને બ્લોકિંગ ઓર્ડર્સની તપાસ કરતી કેન્દ્રની રિવ્યુ કમિટી સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપી છે. કોર્ટે રિવ્યુ કમિટીને ‘એકાઉન્ટ બ્લોક કરવા’ના મામલે નિર્ણય લેવા અને આગામી સુનાવણીમાં તેને આ અંગે જાણ કરવા જણાવ્યું છે.
CJIની ટિપ્પણીઓ પછી 15મેના રોજ પાર્ટી બની હતી
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ સભ્ય અભિજીત દીપકે 15મે ના રોજ એક વકીલના વરિષ્ઠ પદ સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની ‘કોકરોચ’ અને ‘પરજીવી’ વાળી ટિપ્પણીઓ પરના વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની શરૂઆત કરી હતી. જોકે, સીજેઆઈ સૂર્યકાંતે 16મેના રોજ પોતાની ટિપ્પણી અંગે સ્પષ્ટતા જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ એવા સમાચારોથી ‘દુઃખી’ છે, જેમાં તેમના પર યુવાનોની ટીકા કરવાનો સંકેત મળે છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓ ખાસ કરીને તે લોકો વિરુદ્ધ હતી, જેઓ ‘નકલી અને ગેરકાયદેસર ડિગ્રીઓ’ દ્વારા કાનૂની વ્યવસાયમાં ઘૂસી આવ્યા છે અને મીડિયાના એક વર્ગે તેમની વાતોને ‘ખોટી રીતે રજૂ’ કરી.
અદાલતે અભિજીત દીપકેને વર્ચ્યુઅલી હાજર રહેવાની પણ મંજૂરી આપી હતી. સાથે જ કહ્યું કે જો તેઓ કોઈ પ્રતિનિધિને અધિકૃત કરવા માંગતા હોય, તો આ વિનંતી પર પણ રિવ્યુ કમિટી વિચાર કરી શકે છે. કેન્દ્ર સરકારના જવાબ અને રિવ્યુ કમિટીના રિપોર્ટ આવ્યા બાદ હવે આ કેસની આગામી સુનાવણી થશે.
‘એક્સ’ પર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નું મુખ્ય હેન્ડલ 21મેના રોજ ભારતમાં ‘બ્લોક’ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ગ્રુપે ‘કોકરોચ ઇઝ બેક’ નામથી નવા હેન્ડલ સાથે વાપસી કરી, જેના હાલમાં 2.27 લાખથી વધુ ફોલોઅર્સ છે. સીજેપીનો દાવો છે કે તેનો ઉદ્દેશ્ય યુવાનોના અવાજને મજબૂત કરવા અને સરકારને જવાબદાર ઠેરવવા માટે યુવાનો દ્વારા સંચાલિત એક સ્વતંત્ર આંદોલન ઊભું કરવાનો છે.
‘X’ પર કોકરોચ જનતા પાર્ટી (CJP) નું હેન્ડલ 21 મેના રોજ ભારતમાં ‘બ્લોક’ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘કોકરોચ ઇઝ બેક’ નામથી નવું હેન્ડલ બનાવવામાં આવ્યું હતું, જેના હાલમાં 2.27 લાખથી વધુ ફોલોઅર્સ છે. અગાઉ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા દીપકે 15 મેના રોજ એક વકીલના સિનિયર પદ સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતની ‘કોકરોચ’ અને ‘પરજીવી’ ટિપ્પણીઓ પરના વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) ની શરૂઆત કરી હતી.
16 મેના રોજ સીજેપીની શરૂઆત થઈ
16 મેના રોજ શરૂ થયેલી CJP દાવો કરે છે કે તેનો ઉદ્દેશ્ય યુવાનોના અવાજને મજબૂત કરવાનો અને સરકારને જવાબદાર ઠેરવવા માટે યુવાનો માટે એક સ્વતંત્ર આંદોલન ઊભું કરવાનો છે. તાજેતરમાં તેણે શિક્ષણ ક્ષેત્રે કથિત સિસ્ટમની નિષ્ફળતા અને NEET-UG 2026 પેપર ‘લીક’ને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક અભિયાન શરૂ કર્યું છે.
16 મેના રોજ ચીફ જસ્ટિસે પોતાની ટિપ્પણી અંગે કડક શબ્દોમાં સ્પષ્ટતા જારી કરતાં કહ્યું કે તેઓ એવા સમાચારોથી ‘દુઃખી’ છે, જેમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે તેમણે યુવાનોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓ ખાસ કરીને એવા લોકો વિરુદ્ધ હતી, જેઓ ‘નકલી અને ગેરકાયદેસર ડિગ્રીઓ’ દ્વારા કાયદાના વ્યવસાયમાં પ્રવેશી રહ્યા છે અને મીડિયાના એક વર્ગે તેમની વાતોને ‘ખોટી રીતે રજૂ’ કરી હતી.