પરશુરામ પ્રીમિયર લીગ 2026 અંતર્ગત “બ્રહ્મસમાજ નાઈટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટ”નું ભવ્ય આયોજન

અમદાવાદ ખાતે મનનમ્ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા બ્રહ્મસમાજના યુવાનો માટે ભવ્ય “બ્રહ્મસમાજ નાઈટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન એમ.કે. ફાર્મ, ભાડજ ખાતે કરવામાં આવ્યું છે અને ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 28 મે 2026થી થશે.

આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 16થી વધુ ટીમો ભાગ લેવાની છે, જેને કારણે ક્રિકેટપ્રેમી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ માટે ₹1,11,111 નું આકર્ષક ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રનર્સ અપ ટીમને ₹55,555 નું ઇનામ આપવામાં આવશે. ઉપરાંત “મેન ઓફ ધ સિરીઝ” માટે ₹5,555 તેમજ “શ્રેષ્ઠ બેટ્સમેન” અને “શ્રેષ્ઠ બોલર” માટે ₹2,555 ના વિશેષ પુરસ્કારો પણ રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પ્રવેશ ફી ₹10,000 રાખવામાં આવી છે.

આ ટુર્નામેન્ટની એક વિશેષતા એ પણ રહેશે કે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીને આયોજક તરફથી શ્રીમદ ભાગવત ગીતાનું પવિત્ર પુસ્તક ભેટરૂપે આપવામાં આવશે.
આયોજક મનન ઠાકરએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એકતા, રમતગમત અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવાનો છે.