રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઇ સંકેત આપ્યાં નથી. હાલ રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ઘટાડાના સંકેત નથી. ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર હજુ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુધી અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાના કોઈ ખાસ સંકેત નથી. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ બનતા જોવા મળી રહ્યા છે.
શનિવારે રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. રાજકોટ 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, જ્યારે અમદાવાદમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાતા તે બીજું સૌથી ગરમ શહેર રહ્યું.
અમદાવાદ- 42.2
ગાંધીનગર- 42
વડોદરા-40.2
અમરેલી-41.3
ભાવનગર-41
રાજકોટ-41.5
સુરેંદ્રનગર- 41.8
ડીસા-39.8
ભુજ -39.4
દેશમાં પ્રચંડ ગરમીથી લોકો ત્રાહિમામ
દેશભરમાં પ્રચંડ ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. અનેક રાજ્યોમાં લોકો અસહ્ય ગરમી અને લૂથી પરેશાન બન્યા છે. તેલંગણામાં હીટવેવના કારણે 16 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જેના કારણે આરોગ્ય વિભાગે પણ એલર્ટ આપ્યું છે. મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના 12 રાજ્યોના 37 શહેરોમાં તાપમાન 47 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર જોવા મળી રહી છે.