તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?

ડોનાલ્ડ ટ્રમ્પ કેબિનેટમાંથી તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું, તેમના રાજીનામાથી અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો લાગ્યો છે. તુલસી ગેબાર્ડે કેબિનેટનો ભાગ હતી અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના પદ પર નિયુક્ત થઈ હતી. તુલસી ગેબાર્ડે પોતાના પતિના સ્વાસ્થ્યને કારણે આ નિર્ણય લીધો હોવાનો રાજીનામા પત્રમાં ઉ્લ્લેખ કર્યો છે.

ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ગેબાર્ડે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, તેના પતિ હાડકાના કેન્સરના દુર્લભ સ્વરૂપ સામે લડી રહ્યા છે. તે તેમની સાથે રહેવા માટે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે રાજીનામું આપી રહી છે. ગેબાર્ડે શુક્રવારે ઓવલ ઓફિસમાં એક બેઠક દરમિયાન રાષ્ટ્રપતિને આ વાતની જાણ કરી હતી. ODNI ખાતે તેમનો છેલ્લો દિવસ 30 જૂને રહેવાની ધારણા છે.

ફોક્સ ન્યૂઝ અનુસાર, ગેબાર્ડે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, “તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે. છેલ્લા દોઢ વર્ષથી નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના કાર્યાલયનું નેતૃત્વ કરવાની તમે મને આપેલી તક માટે હું ખૂબ આભારી છું.” તુલસી ગેબાર્ડે પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, .” મારા પતિ અબ્રાહમને તાજેતરમાં જ હાડકાના કેન્સરના દુર્લભ સ્વરૂપનું નિદાન થયું હતું જેથી રાજીનામાનો નિર્ણય લીધો છે”

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ગબાર્ડ “આ સમયે તે તેના પતિ સાથે રહેવા માંગે છે. તે તેને ફરીથી સ્વસ્થ થવામાં મદદ કરવા માંગે છે. મને વિશ્વાસ છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.”

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદમાં સેટેલાઇટની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગથી લાગતા અફરાતફરી, ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *