દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ

કર્ણાટકના બેંગલુરુથી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI 2802, ગુરુવારે (21 મે, 2026) ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ જ્યારે કોકપીટ ક્રૂને દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફાઇનલ અપ્રોચ દરમિયાન એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળ્યો, અને નિરીક્ષણ દરમિયાન એન્જિનમાં આગ લાગી હોવાનું જણાયું.

એન્જિનમાં આગ લાગવાના કારણે એર ઇન્ડિયા ફ્લાઇટે એરપોર્ટ પર સંપૂર્ણ ઇમર્જન્સી જાહેર કરી. કટોકટીની પ્રક્રિયાઓ બાદ, રાત્રે લગભગ 9:30 વાગ્યે વિમાન સેફલી લેન્ડિંગ થયું. બધા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા. ફ્લાઇટ AI 2802 દિલ્હી એરપોર્ટના રનવે 29R પર લેન્ડ થયું, ત્યારબાદ વિમાનને રનવે પરથી ખેંચી લેવામાં આવ્યું. એરબસ A320 વિમાન કુલ 171 મુસાફરોને લઈ જઈ રહ્યું હતું.

એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે આ ઘટનાની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન દિલ્હીમાં ઉતરાણ માટે ફાઇનલ અપ્રોચની લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે કોકપીટ ક્રૂને એન્જિનમાં આગ લાગવાની ચેતવણી મળી હતી. આ ચેતવણી પાછળથી સાચી હોવાનું જાણવા મળ્યું.

તેમણે જણાવ્યું હતું કે, ક્રૂએ તમામ માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs)નું પાલન કર્યું હતું અને દિલ્હી એરપોર્ટ પર વિમાનને સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. એરલાઇને જણાવ્યું હતું કે, બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળ્યા હતા.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://ડીઝલની અછત વચ્ચે સરકારનું મોટું નિવેદન, દેશભરમાં પૂરતો જથ્થો હોવાનો દાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *