ધીમે-ધીમે વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકારે બનાવ્યો કિંમતો વધારવાનો પ્લાન! કેટલું મોંઘુ થશે?

મધ્યપૂર્વમાં વધતા તણાવની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. તેના કારણે કાચા તેલની કિંમતોમાં ભારે વધારો થઈ રહ્યો છે. હવે સમાચાર છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતો ફરી વધી શકે છે. ક્રૂડ ઓયલની કિંમતો વધવાને કારણે સરકાર, તેલ કંપનીઓ અને દેશના આયાત બિલ પર ભારે દબાવ પડી રહ્યો છે, ત્યારબાગ તેને લઈને હવે સરકારે પ્લાન તૈયાર કરી લીધો છે.
અનુમાન છે કે પેટ્રોલ અને ડીઝલ 4થી 5 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઈ શકે છે, જ્યારે એલપીજી સિલિન્ડરનો ભાવ 40થી 50 રૂપિયા સુધી વધી શકે છે. તેને લઈને મનોરંજન શર્માએ કહ્યુ કે સરકારી તેલ કંપનીઓ હાલ બજાર કિંમતથી ઓછા ભાવે ઈંધણ વેચી રહી છે, જેનાથી દર મહિને આશરે 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી ઉપર રહી તો આ દબાવને સંભાળવો મુશ્કેલ થઈ જશે.
મોટા પાયે તેલ આયાત કરે છે ભારત
ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકાથી વધુ કાચુ તેલ આયાત કરે છે. તેવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો અને પશ્ચિમ એશિયાના તણાવની સીધી અસર ભારત પર પડે છે. પરંતુ સરકાર અચાનક મોટો વધારો કરવાની જગ્યાએ ધીમે-ધીમે ભાવ વધારવાનું પસંદ કરશે, જેથી મોંઘવારી પર એક સાથે અસર ન પડે. વીકે વિજયકુમાર અનુસાર પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસની કિંમતોમાં ધીમે-ધીમે વધારો કરવો સરકાર માટે વધુ સરળ અને સુરક્ષિત વિકલ્પ હશે.