કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 15 અને 16 મેના રોજ વતન અમદાવાદની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 15 અને 16 મેના રોજ વતન અમદાવાદની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ શહેરના નવનિયુક્ત કાઉન્સિલરો સાથે વિશેષ મુલાકાત કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ અલગ અલગ વિકાસલક્ષી કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે.
આ મુલાકાતમાં શહેરના વિકાસ, સ્થાનિક સરકાર અને સહકારિતા ક્ષેત્રના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. અમિત શાહની આ મુલાકાતને રાજકીય અને વહીવટી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિગતવાર કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.