કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે ‘વંદે માતરમ’નું અપમાન કરનારને થશે જેલ, મંત્રીમંડળે આપી સુધારાને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળ (Union Cabinet) દ્વારા મંગળવારે, 5 મે 2026ના રોજ એક મહત્વપૂર્ણ બેઠકમાં ‘રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ અધિનિયમ, 1971’ (Prevention of Insults to National Honour Act, 1971) માં સુધારાને મંજૂરી આપી દીધી છે. આ સુધારા મુજબ, હવે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાનમાં કોઈ પણ પ્રકારનું અપમાન (Insult) કરવું અથવા અવરોધ (Disturbance) ઉભો કરવો એ દંડનીય અપરાધ (Punishable Offence) ગણાશે.
નવા કાયદાની મુખ્ય વિગતો:
સજાની જોગવાઈ: અત્યાર સુધી આ કાયદામાં માત્ર રાષ્ટ્રગીત ‘જન ગણ મન’, રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણના અપમાન સામે જ સજાની જોગવાઈ હતી. હવે વંદે માતરમને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે, જેના ઉલ્લંઘન બદલ 3 વર્ષ સુધીની કેદ (Imprisonment) અથવા દંડ થઈ શકે છે.
છ શ્લોકનું ગાન: ગત 6 ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) નિર્દેશ આપ્યો હતો કે સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમના તમામ છ શ્લોક (Six Stanzas) ગાવા અથવા વગાડવા જોઈએ.
સમય મર્યાદા: વંદે માતરમના તમામ છ શ્લોકના ગાન માટે અંદાજે ત્રણ મિનિટથી વધુ સમય (More than 3 minutes) નિર્ધારિત કરવામાં આવ્યો છે.
જ્યાં ‘વંદે માતરમ’ અને રાષ્ટ્રગીત બંને વગાડવામાં આવે ત્યાં ‘વંદે માતરમ’ને પ્રાથમિકતા આપવામાં આવેઐતિહાસિક સંદર્ભ: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમ વર્ષ 1880માં તેમના પુસ્તક ‘આનંદમઠ’ (Anandmath) માં પ્રકાશિત થયું હતું. 1937માં કોંગ્રેસ દ્વારા તેના પ્રથમ બે શ્લોક ગાવાનું નક્કી કરાયું હતું, પરંતુ વર્તમાન સરકારે તમામ શ્લોકને મહત્વ આપતા આ સુધારો કર્યો છે.
નોંધનીય છે કે, આ નિર્ણય પશ્ચિમ બંગાળમાં ભાજપની (BJP) ભવ્ય જીતના એક દિવસ બાદ લેવામાં આવ્યો છે. આ કાયદાકીય સુધારાથી હવે રાષ્ટ્રીય ગીતને વૈધાનિક સમર્થન (Statutory Support) પ્રાપ્ત થશે.