ઘોર કળિયુગ! 12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર આચર્યું દુષ્કર્મ; સભ્ય સમાજને શરમાવતો ગુજરાતનો કિસ્સો

 ગાંધીની જન્મભૂમિ એવા પોરબંદર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. શહેરના ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પાડોશમાં રહેતા માત્ર 12 વર્ષના એક સગીરે 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, આ શરમજનક કિસ્સો ત્યારે બન્યો જ્યારે ભોગ બનનાર 4 વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પાડોશમાં જ રહેતો 12 વર્ષનો કિશોર બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી કિશોરે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. 

આરોપીની ઉંમર 12 વર્ષની છે અને તે ભોગ બનનાર બાળકીના પાડોશમાં રહે છે. જ્યારે ભોગ બનનાર બાળકીની ઉંમર 4 થી 5 વર્ષની હોવાનું મનાય છે. પ્રાથમિક વિગતો મુજબ, સગીરે બાળકી પર બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની તબિયત અચાનક લથડતા અને શારીરિક તકલીફ જણાતા પરિવારે પૂછપરછ કરી હતી, જેમાં આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું.

બાળકીના પરિવારજનોએ આ મામલે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. કમલાબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધી છે. બાળકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

આરોપી પોતે સગીર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ (બાલ સંરક્ષણ ધારો) મુજબ કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી તેજ કરી છે. નોંધનીય છે કે, માત્ર 12 વર્ષના બાળકની આવી વિકૃત માનસિકતાએ સમાજ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

પશ્ચિમ બંગાળમાં કાઉન્ટિંગ સેન્ટર બહાર TMC નેતા પર હુમલો – https://www.instagram.com/reel/DX6x9spMA5n/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે જોઈ શકાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *