અમદાવાદ પાલિકામાં ભગવો લહેરાયો, 15 માંથી 13 પાલિકામાં ભાજપની જીત

આજે સત્તાની સેમિફાઈનલનું પરિણામ આવશે. 25 હજાર 551 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતનું પરિણામ આવશે. તો 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકાનું પરિણામ જાહેર થશે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ પરિણામો મહત્વના બની રહેશે. કોના હાથમાં આવશે સુકાન, કોને મળશે જાકારો? જનતાના મિજાજના આજે પારખા થશે. તમને જણાવી દઈએ કે, ચૂંટણીમાં પહેલા જ 736 બેઠકો બિનહરીફ થઈ છે.

અમદાવાદ મહાનગરપાલિકા (amc) પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. બહુમતી માટે જરૂરી 96 બેઠકોનો આંક ભાજપે વટાવી લીધો છે. જીતનો આંકડો કયા જઈને અટકે એના પર નજર છે. ગત ટર્મમાં 160 બેઠકો કબજે કરી હતી. 

ગુજરાત કોલેજ ખાતે આવેલા વોર્ડના પરિણામના લેટેસ્ટ આંકડા મુજબ, જોધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ , નવા વાડજ, ઈસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણીનગર , સાબરમતી વોર્ડમાં ભાજપની પેનલ વિજયી બની છે. શાહીબાગ, અસારવા અને બોડકદેવ ભાજપની જીત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *