બંગાળની મહિલાઓ TMC સરકારને જડમૂળથી ઉખેડી નાંખશે, 4 મે પછી અત્યાચારોની ફાઈલો ખુલશે: PM મોદી

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં મમતા સરકાર પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સુરક્ષાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. દમદમમાં આયોજિત જનસભામાં પીએમ મોદીએ દાવો કર્યો હતો કે, બંગાળની મહિલાઓએ રાજ્યમાં પરિવર્તન લાવવાનું મન બનાવી લીધું છે અને ભાજપ સરકાર બનતા જ મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાઓનો હિસાબ લેવામાં આવશે. પશ્ચિમ બંગાળના દમદમમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા સુરક્ષાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રહાર કર્યા હતા. તેમણે બંગાળની દીકરીઓની સુરક્ષા માટે ‘મોદીની ગેરંટી’ આપી હતી.
પીએમ મોદીએ આક્ષેપ કર્યો હતો કે, “બંગાળની મહિલાઓ કહી રહી છે કે તેઓ રાજ્યમાં TMC સરકારને બદલી નાખશે. TMC એક મહિલા વિરોધી પાર્ટી છે, જ્યારે ભાજપ ‘મહિલા સંચાલિત વિકાસ’ ના મોડલ પર કામ કરે છે. જે દીકરીઓ TMCના જંગલરાજનો ભોગ બની, ભાજપે તેમને ઉમેદવાર બનાવીને નેતૃત્વની તક આપી છે.”
સંદેશખાલિની ઘટનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભાજપે સંદેશખાલિના પીડિતોને નેતૃત્વ કરવાની તક આપી છે. જ્યારે બંગાળની દીકરીઓ ન્યાય માંગે છે, ત્યારે TMC તેમને બળાત્કારથી બચવા માટે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપે છે. તેઓ નથી ઈચ્છતા કે દીકરીઓ સપના જુએ.
‘4 મે પછી ફાઈલો ખુલશે’ – મોદીની ગેરંટી
મહિલાઓને આશ્વાસન આપતા પીએમ મોદીએ મોટી જાહેરાત કરી હતી કે, “હું બંગાળની દરેક દીકરીને ખાતરી આપું છું કે ભાજપ કોઈને પણ તમારા સપનાઓને કચડવા નહીં દે. મહિલાઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. 4 મેના રોજ ભાજપ સરકાર બન્યા બાદ, મહિલાઓ પર થયેલા તમામ અત્યાચારોની ફાઈલો ખોલવામાં આવશે. આ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રીએ અંતમાં ઉમેર્યું કે હવે બંગાળમાં અરાજકતાનો અંત આવશે અને કાયદાનું શાસન સ્થપાશે.
Ahmedabadમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન Indian National Congressની સભામાં એક વ્યક્તિએ કોંગ્રેસ અધ્યક્ષ- https://www.instagram.com/reel/DXglck4Dee7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે: સાંજે 6 વાગ્યા પછી રેલીઓ અને સભાઓ પર પ્રતિબંધ