ચાંદખેડા વિસ્તારના બે મોટા નેતા એક આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા ઉપ પ્રમુખ કેતુલ કાપડિયા અને બીજા રાવત સમાજનું સૌથી મોટું નેતૃત્વ કરનાર નામ વસંત રાવત સહિત ઘણા મહાનુભાવો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે ખેસ ઘારણ કરી ભાજપમાં જોડાયા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટીને પડશે મોટો ફટકો! ચાંદખેડા વિસ્તારના બે મોટા નેતા એક આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા ઉપ પ્રમુખ કેતુલ કાપડિયા અને બીજા રાવત સમાજનું સૌથી મોટું નેતૃત્વ કરનાર નામ વસંત રાવત સહિત ઘણા મહાનુભાવો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે ખેસ ઘારણ કરી ભાજપમાં જોડાયા..

આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા ઉપ પ્રમુખ કેતુલ કાપડિયા આજે સાંજે ભાજપનો ખેસ કર્યો ઘારણ..અગાઉ તેઓ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ટીમમાં ચાંદખેડાના પૂર્વ વોર્ડ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.. કેતુલ કાપડિયાએ કહ્યું કે ચાંદખેડા વોર્ડમાં ઉભા રહેલા તમામ ઉમેદવારોનો હું સપોર્ટ કરૂં છું અને આગામી સમયમાં ભાજપ જોડે ચાંદખેડા વિસ્તારમાં વિકાસ ડબલ ગતિએ થયા છે અને થાય તેના માટેના પૂરતાં પ્રયાસ કરીશું….અને તેમની સાથે રાવત સમાજનું સૌથી મોટું નેતૃત્વ કરનાર નામ વસંત રાવત પણ ભાજપનો ખેસ ઘારણ કર્યો..

200થી વઘુ કાર્યકર્તા સાથે ભાજપનો ખેસ ઘારણ કર્યો..તેમની સાથે મોટા સ્થાનિક નેતાઓ પણ ભાજપનો ખેસ ઘારણ કર્યો
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ બે નેતાઓના જવાથી મોટો ફટકો પડશે તેવી સંભાવના દેખાઇ રહી છે