ગૃહમંત્રી અમિત શાહથી લઇને PM મોદી આવશે માદરે વતન, કરશે મતદાન

ગુજરાતમાં આગામી 26 મી એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં 26 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે. પ્રાથમિક વિગતો મુજબ પ્રધાનમંત્રી મોદી અમદાવાદની મુલાકાતે આવી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
રાણીપ વિસ્તારમાં PM મોદી મતદાન કરી શકે તેવી ચર્ચા છે, જ્યારે તેમના આગમન અને કાર્યક્રમ અંગેનો અંતિમ નિર્ણય પીએમઓ તરફથી સત્તાવાર રીતે જાહેર થવાનો છે.
આ સાથે આ જ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હાજર રહી શકે છે. તેઓ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કરવાની શક્યતા ધરાવે છે. બંને રાષ્ટ્રીય નેતાઓની સંભવિત હાજરીને કારણે અમદાવાદ સહિત રાજ્યના રાજકીય વાતાવરણમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પાર્ટી સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ આ ગતિવિધિ ચૂંટણી પ્રત્યે જનજાગૃતિ અને ભાગીદારી વધારવામાં મદદરૂપ બની શકે છે. હાલ સમગ્ર કાર્યક્રમ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ રાજકીય વર્તુળોમાં આ મુદ્દો સતત ચર્ચામાં છે.
Gandhinagar ખાતે Akhil Bharatiya Vidyarthi Parishadના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.-https://www.instagram.com/reel/DXOiMw4DmZc/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ