હોર્મુઝ તણાવ વચ્ચે ‘જગ વિક્રમ’ કંડલા પહોંચ્યું, ભારતના LPG પુરવઠાને મોટી રાહત

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને સમુદ્રી નાકાબંધીના ભય વચ્ચે ભારતીય ધ્વજ ધરાવતું એલપીજી ટેન્કર ‘જગ વિક્રમ’ બુધવારે સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજ અંદાજે 20 હજાર મેટ્રિક ટન રાંધણ ગેસ (LPG) લઈને આવ્યું છે. જે ભારત માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા બે અઠવાડિયાના કામચલાઉ સંઘર્ષવિરામના કારણે આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શક્યું. આ માર્ગ ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. ‘જગ વિક્રમ’ શુક્રવાર રાતથી શનિવાર સવાર વચ્ચે આ વિસ્તાર પાર કરીને ઓમાનની ખાડી મારફતે સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધ્યું હતું.

ભારત પોતાની ઉર્જા જરૂરિયાત માટે મોટા ભાગે આયાત પર આધાર રાખે છે. દેશ લગભગ 88% ક્રૂડ ઓઇલ. 50% કુદરતી ગેસ અને 60% LPG વિદેશથી મંગાવે છે. જેમાંથી મોટો ભાગ હોર્મુઝના રસ્તેથી આવે છે. તણાવના કારણે આ સપ્લાયમાં અડચણ આવી હતી અને LPG વપરાશકારો માટે પુરવઠામાં ઘટાડો કરવો પડ્યો હતો. હાલ ‘જગ વિક્રમ’ના આગમનથી સ્થિતિ સુધરવાની આશા છે. જોકે હજુ પણ આશરે 15 ભારતીય જહાજો તે વિસ્તારમાં અટવાયેલા છે. જ્યારે સંઘર્ષ શરૂ થયો તે સમયે કુલ 28 જહાજો ત્યાં હાજર હતા. જેમાંથી અત્યાર સુધીમાં ફક્ત 9 જહાજો જ સુરક્ષિત રીતે બહાર આવી શક્યા છે.

Kalolના Khuni Bangla નજીક આગની ઘટના સામે આવી- https://www.instagram.com/reel/DXJYHnGDbpt/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://કોંગ્રેસ નેતા પવન ખેરાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આગોતરા જામીન પર રોક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *