AMC ચૂંટણી: ભાજપ ઉમેદવારોને લઇ મોટા સમાચાર, જુઓ કોને-કોને ફોન આવ્યાં?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. આવતીકાલે 11 એપ્રિલના રોજ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા હજુ પણ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ બોલાવવામાં આવી છે. બાકી રહેલા ઉમેદવારોના નામ સાંજ સુધી જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.
ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે ભાજપે પાટણ, અમદાવાદ, નર્મદા જિલ્લાના પાલિકા-પંયાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આજ સાંજ સુધી ભાજપ દ્વારા અમદાવાદ મહારનગર પાલિકા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમજ અમુક ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે.
જેમાં સરખેજ વોર્ડ માટે દિવ્યેશ ત્રિપાઠીને આવ્યો ફોન આવ્યો, વેજલપુર વોર્ડ રાજેશ ઠાકોર ને આવ્યો ફોન, હેમા શાહ અને જેઠીબેન ભરવાડને સરખેજ વોર્ડની મળી ટિકિટ, ઉમેદવારોને ધારાસભ્ય મારફતે આવી રહ્યા છે કોલ, વેજલપુર વોર્ડ માટે રાજેશ ઠાકોરને આવ્યો ફોન.
અમદાવાદ ભાજપના ઉમેદવારની સંભવિત યાદી
ઉન્મિલ હાથીને વેજલપુર વોર્ડ માંથી ટિકિટ
કેતન પટેલને ગોતા વોર્ડ માંથી ટિકિટ
અજય દેસાઈને ગોતા વોર્ડ માંથી ટિકિટ
રાજેશ્રી પટેલને ચાંદલોડિયા વોર્ડ માંથી ટિકિટ
યશ જાદવને ચાંદખેડા વોર્ડ માંથી ટિકિટ
મમતા રાણાને ચાંદખેડા વોર્ડ માંથી ટિકિટ
નીરજ ગજ્જરને સાબરમતી વોર્ડ માંથી ટિકિટ
ચેતન પટેલને સાબરમતી વોર્ડ માંથી ટિકિટ
વિરલ વ્યાસને રાણીપ વોર્ડ માંથી ટિકિટ
પ્રવીણ પટેલને ઘાટલોડિયા વોર્ડ માંથી ટિકિટ
રંજુબેન પટેલને થલતેજ વોર્ડ માંથી ટિકિટ
વિશાલ પટેલને શાહીબાગ વોર્ડ માંથી ટિકિટ
પ્રદીપ દવેને સ્ટેડિયમ વોર્ડ માંથી ટિકિટ
મુકેશ મિસ્ત્રીને સ્ટેડિયમ વોર્ડ માંથી ટિકિટ
સન્ની ખાનચંદાનીને સરદારનગર વોર્ડ માંથી ટિકિટ
લવ ભરવાડને નરોડા વોર્ડ માંથી ટિકિટ
ધરમશી દેસાઈને બોડકદેવ વોર્ડ માંથી ટિકિટ
આશિષ પટેલને જોધપુર વોર્ડ માંથી ટિકિટ
ભરત કાકડીયાને ઈન્ડિયા કોલોની વોર્ડ માંથી ટિકિટ
દીપક પંચાલને નિકોલ વોર્ડ માંથી ટિકિટ
ડોનિકા બુહાને નિકોલ વોર્ડ માંથી ટિકિટ
મુકેશ પટેલને વિરાટનગર વોર્ડ માંથી ટિકિટ
અનુબેન પટેલને અસારવાવોર્ડ માંથી ટિકિટ
પંકજ ભટ્ટને ખાડિયા વોર્ડ માંથી ટિકિટ
જૈનિક વકીલને પાલડી વોર્ડ માંથી ટિકિટ
સ્નેહાબા પરમારને વાસણા વોર્ડ માંથી ટિકિટ
કરણ ભટ્ટને મણિનગર વોર્ડ માંથી ટિકિટ
પ્રતિભા દુબેને અમરાઈવાડી વોર્ડ માંથી ટિકિટ
પરાગ નાયકને ખોખરા વોર્ડ માંથી ટિકિટ
પરેશ પટેલને વસ્ત્રાલ વોર્ડ માંથી ટિકિટ
પ્રકાશ ગુર્જરને ઇન્દ્રપુરી વોર્ડ માંથી ટિકિટ
કમલેશ પટેલ(દાઢી)ને ભાઇપુરા વોર્ડ માંથી ટિકિટ
મૌલિક પટેલને ઇસનપુર વોર્ડ માંથી ટિકિટ
સન્ની દેસાઈને ઇસનપુર વોર્ડ માંથી ટિકિટ
માનસિંહ સોલંકીને લાંભા વોર્ડ માંથી ટિકિટ