‘નમાજના સમયે હુમલો કરવાનું ટાળતી હતી સેના’ : ‘ઓપરેશન સિંદૂર’ પર આર્મી ચીફનું મોટું નિવેદન

પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પ્રવાસીઓ પર કરવામાં આવેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને સરહદ પાર આતંકી મથકોનો સફાયો કરી નાખ્યો હતો. આ ઓપરેશન અંગે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કેટલીક એવી બાબતો જણાવી છે, જે ભારતીય સેનાની બહાદુરીની સાથે તેની માનવતા પણ દર્શાવે છે.

જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ અમારે ટાર્ગેટ પર હુમલો કરવાનો હોય, ત્યારે સમય ગમે તે હોઈ શકે છે, પરંતુ ‘નમાજનો સમય ન હોય’ એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. જો આતંકી કેમ્પમાં પણ લોકો નમાજ પઢી રહ્યા હોય, તો તે સમયે હુમલો કરવામાં આવતો નહોતો. કારણ કે, સબકા માલિક એક છે. 

આર્મી ચીફે વધુમાં ઉમેર્યું કે, જો ભારતીય સેનાને ખબર પડે કે નમાજ ચાલી રહી છે, તો હુમલાનો સમય બદલી નાંખવામાં આવતો હતો. યુદ્ધ જેવી સ્થિતિ હોવા છતાં ભારતીય સેનાએ સંયમ જાળવ્યો અને દુશ્મનોની ઇબાદતનું પણ સન્માન કર્યું હતું.

સેના પ્રમુખે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ વિવિધ ક્ષેત્રોમાં સંકલિત કાર્યવાહીની દિશામાં ભારતની પ્રગતિનું શક્તિશાળી માધ્યમ હતું. ભારતીય સેના હવે વ્યૂહાત્મક અને ઓપરેશનલ સ્તરે વધુ સજ્જ બની રહી છે, જેથી દુશ્મનોની કોઈપણ નબળાઈનો સામનો કરી શકાય.જોકે, તેમણે ભવિષ્યના પડકારો વિશે પણ વાત કરતા કહ્યું કે, હવે યુદ્ધના પડકારો બદલાઈ ગયા છે. 

મનોવૈજ્ઞાનિક સંરક્ષણઃ  ઓપરેશન બાદ યુદ્ધ સૂચના સંગઠન અને મનોવૈજ્ઞાનિક સંરક્ષણ વિભાગની રચના કરવામાં આવી છે.
દુષ્પ્રચાર સામે લડાઈ: સેનાના પ્રયાસોનો 15 ટકા હિસ્સો દુશ્મનો દ્વારા ફેલાવવામાં આવતા ખોટા પ્રચાર સામે લડવામાં ખર્ચાય છે.
ગ્રે-ઝોન વોરફેર : ‘હાઈબ્રિડ’ અથવા ‘ગ્રે-ઝોન’ યુદ્ધના વધતા જતા જોખમ સામે ચેતવણી આપી હતી, જે પરંપરાગત લશ્કરી હુમલાઓ કરતા અલગ અને જટિલ હોય છે.

Vadodaraના નવા ₹114 કરોડના Central Bus Stationમાં ભયાનક ઘટના! ઉપરનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ 😱

https://www.instagram.com/reel/DW8lh2Jjc0q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

👉 આખી ઘટના કેવી રીતે બની? કોની ભૂલ હતી? શું છે હાલની સ્થિતિ?

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદ : ઢોંસાના ખીરાથી મોત કેસમાં નવો વળાંક, પોલીસને મળેલી ડાયરી ખોલશે પરિવારના મોટા રાઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *