ભાજપનો ‘માસ્ટરસ્ટ્રોક, 6 મહિનામાં UCC, મહિલાઓને ₹3000 અને….: બંગાળમાં અમિત શાહે જાહેર કર્યું ‘ભરોસા પત્ર’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેને પાર્ટીએ ‘ભરોસા પત્ર’ નામ આપ્યું છે. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓને આકર્ષવા માટે વાદાઓનો પટારો ખોલી દેવામાં આવ્યો છે.
મહિલાઓ અને યુવાનો માટે ડાયરેક્ટ કેશ બેનિફિટ
અમિત શાહે જાહેરાત કરી છે કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો દર મહિનાની 1 થી 5 તારીખની વચ્ચે રાજ્યની દરેક માતાના ખાતામાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત:
- બેરોજગાર યુવાનોને રાહત: રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 3,000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે.
- રોજગારના અવસર: આગામી પાંચ વર્ષમાં ભાજપ સરકાર 1 કરોડ સ્વરોજગાર અને રોજગારની તકો ઉભી કરવાનું લક્ષ્ય રાખશે.
- મહિલા અનામત: પોલીસ સહિત રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપવામાં આવશે.
7મું પગાર પંચ અને બાકી DAનો ઉકેલ
બંગાળના સરકારી કર્મચારીઓ લાંબા સમયથી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થા (DA) અને પગાર પંચની માંગ કરી રહ્યા છે. અમિત શાહે વાદો કર્યો છે કે:
- ભાજપની સરકાર બન્યાના માત્ર 45 દિવસની અંદર 7મું પગાર પંચ લાગુ કરવામાં આવશે.
- કર્મચારીઓના બાકી રહેલા DAનું ચૂકવણું સુનિશ્ચિત કરવામાં આવશે.
ઘૂસણખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’ અને UCC
ગૃહમંત્રીએ સુરક્ષા અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, સરકાર બન્યાના 6 મહિનાની અંદર પશ્ચિમ બંગાળમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. ઘૂસણખોરી મુદ્દે તેમણે TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે:
- “પૂર્ણ બહુમતીની સરકાર બનાવો, અમે ઘૂસણખોરોને બહાર કાઢી બંગાળની સરહદો સીલ કરીશું.”
- નદી-નાળાઓમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ગાયોની તસ્કરી સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
ભ્રષ્ટાચાર અને માફિયા રાજ સામે એક્શન પ્લાન
અમિત શાહે જાહેરાત કરી કે ભાજપ સરકાર મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર બે ભાગમાં ‘શ્વેતપત્ર’ લાવશે. ભ્રષ્ટાચાર અને માફિયા રાજને ખતમ કરવા માટે સમયબદ્ધ રોડમેપ તૈયાર કરવામાં આવશે. પીડિત મહિલાઓની સુનાવણી માટે નિવૃત્ત મહિલા જજની અધ્યક્ષતામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
અન્ય મહત્વની જાહેરાતો:
- આરોગ્ય: આયુષ્માન ભારત સહિતની તમામ કેન્દ્રીય યોજનાઓ બંગાળમાં તાત્કાલિક લાગુ કરાશે.
- પરિવહન: મહિલાઓ માટે મફત બસ મુસાફરીની સુવિધા.
- સંસ્કૃતિ: બંગાળની અસ્મિતા માટે ‘વંદે માતરમ મ્યુઝિયમ’ અને ગ્રેટર કોલકાતાનો વિકાસ.
- કૃષિ: દાર્જિલિંગની ચાને વિશ્વ પ્રસિદ્ધ બનાવવા માટે વિશેષ પ્રયાસો.
અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે અને ભાજપને પાંચ વર્ષ માટે સેવા કરવાની તક ચોક્કસ આપશે. આ ‘ભરોસા પત્ર’ દ્વારા ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વિકાસ અને સુરક્ષાના એજન્ડા સાથે મેદાનમાં છે.
Vadodaraના નવા ₹114 કરોડના Central Bus Stationમાં ભયાનક ઘટના! ઉપરનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ 😱
https://www.instagram.com/reel/DW8lh2Jjc0q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
👉 આખી ઘટના કેવી રીતે બની? કોની ભૂલ હતી? શું છે હાલની સ્થિતિ?
આ પણ વાંચો: અમદાવાદ : ઢોંસાના ખીરાથી મોત કેસમાં નવો વળાંક, પોલીસને મળેલી ડાયરી ખોલશે પરિવારના મોટા રાઝ