અમદાવાદ : ઢોંસાના ખીરાથી મોત કેસમાં નવો વળાંક, પોલીસને મળેલી ડાયરી ખોલશે પરિવારના મોટા રાઝ

અમદાવાદના ચાંદખેડામાં બાળકીઓના ઢોંસાના ખીરાથી મોત મામલે તપાસ તેજ બની છે. ત્યારે હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. મકવાણાએ માહિતી આપતા જણાવ્યું કે, ખીરું ખાવાથી આડ અસર ન થઈ હોવાનું સામે આવ્યું છે.
પીઆઈ જે.કે. મકવાણાએ કહ્યું કે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 5 એપ્રિલના રોજ અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. જેમાં 3 માસની અને 3 વર્ષની બાળકીનું મોત ખીરું ખાવાના કારણે થઈ હોવાની વાત સામે આવી હતી. ઘનશ્યામ ડેરીનું પંચનામુ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. 3 વર્ષની બાળકીના પેનલ પીએમ કરાયું હતું. 3 માસની બાળકીનું પણ પેનલ પીએમ કરાયું હતું. જેમાં વિશેરાનો રિપોર્ટ આવવાનો બાકી છે. વિમલ અને ભાવનાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું છે. ડેરીના માલિક, ગ્રાહકોના નિવેદનો મેળવવામાં આવ્યા છે. નિવેદનોમાં ખીરું ખાવાથી આડ અસર ન થઈ હોવાનું અગાઉ સામે આવ્યું છે. FSL રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે. ઘઉંમાં નાખવાની દવા રામનગરથી લાવ્યો છે. તો ભાવના પાસેથી એક ડાયરી મળી આવી છે. ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ અંગે ઉલ્લેખ કરાયો છે. પુત્ર પ્રાપ્ત થશે તો દર્શન કરવા જશે, તેવો ઉલ્લેખ કરાયો છે.
પોલીસે જણાવ્યું કે, માતા-પિતાના બ્લડ રિપોર્ટમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું છે. બંને બાળકીઓના શરીરમાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળે છે કે નહીં તેની તપાસ ચાલુ છે. સમગ્ર બનાવ બાબતે ચાંદખેડા પોલીસે 25 થી વધુ નિવેદન નોંધ્યા છે. નિવેદનમાં પરિવાર, પાડોશીઓ, સબંધી, ઘનશ્યામ ડેરી અને જે પણ લોકો એ દિવસે ઢોંસાનું ખીરું લઈને ગયા હતા તેમનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું કે, બનાવ બાબતે પત્ની અને પતિ શરૂઆતથી એક જ નિવેદન અને એક જ રટણ કરી રહ્યા છે. પોલીસની પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. વર્ષ 2024 માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો. પોલીસને બનાવ બાબતે પરિવારના સભ્યો પર જ શંકા છે. કયા કારણે આ ઘટના ઘટી તેની અલગ અલગ પાસા પર પોલીસ તપાસ કરી રહી છે. પારિવારિક ઝગડા, આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે.
તપાસમાં મળ્યું કે, ઘરમા ઘઉમાં મૂકવાની દવા રામનગરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવ્યો હતો. ઉમિયા સિડ ફર્ટિલાઇઝ નામની દુકાનમાંથી 27 માર્ચના દિવસે લીધી હતી. ભાવનાની એક ડાયરી મળી જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરેલ ઉલેખ મળી આવ્યો છે. ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે શિવ મંદિરની માનતા રાખી હતી. બાળકીઓના એફએસએલના રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે. બાળકીઓના એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ વધુ કારણ સ્પષ્ટ થશે.
Vadodaraના નવા ₹114 કરોડના Central Bus Stationમાં ભયાનક ઘટના! ઉપરનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ 😱
https://www.instagram.com/reel/DW8lh2Jjc0q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
👉 આખી ઘટના કેવી રીતે બની? કોની ભૂલ હતી? શું છે હાલની સ્થિતિ?