અમદાવાદમા ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં, ન્યાય ન મળતા ભાઈ-બહેને આપઘાતનો પ્રયાસ કર્યો

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.જેમાં  અમદાવાદનું ગોમતીપુર પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ન્યાય ન મળતા એક ભાઈ-બહેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. ૩૧મી માર્ચની રાત્રે દવા પીતા પહેલા આ યુગલે એક વીડિયો બનાવી પોલીસની એકતરફી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કચરો નાખવા જેવી સામાન્ય બાબતના ઝઘડામાં પોલીસે યુવતીના પરિવાર સામે જ ફરિયાદ નોંધી હતી, જ્યારે સામી પક્ષે રજૂઆત છતાં તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. હાલ બંને સારવાર હેઠળ છે અને ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે હવે ફરિયાદ નોંધી તપાસ તેજ કરી છે.

પીડિતોનો ગંભીર આક્ષેપ છે કે, પોલીસે તેમની રજૂઆત સાંભળવાને બદલે ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. રક્ષક જ જ્યારે ભક્ષક સમાન વર્તન કરવા લાગે ત્યારે લાચાર બનેલા આ ભાઈ-બહેને રસ્તા વચ્ચે ઉભા રહીને રડતા-રડતા પોતાનો અંતિમ વીડિયો રેકોર્ડ કર્યો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશમાં માર્ચમાં રેકોર્ડ બ્રેક 2 લાખ કરોડે પહોંચ્યું GST કલેક્શન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *