‘બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે’, યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનથી પોતાના સૈનિકો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાને ઈરાન સાથે કોઈ કરારની જરૂર નથી.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકાના સૈનિકો ઈરાન છોડી દેશે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનમાં ‘શાસન પરિવર્તન’નું લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું છે. તેથી અમેરિકા હવે સંઘર્ષને લંબાવવાના પક્ષમાં નથી. જોકે ટ્રમ્પે સમાધાન માટેની શરત દૂર કરી છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં કોઈ સોદો થઈ શકે છે. તેમણે કહ્યું, “શક્ય છે કે તે પહેલાં કોઈ કરાર થઈ શકે છે.”
જોકે ટ્રમ્પે યુદ્ધના વહેલા અંતની જાહેરાત કરી છે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ હજુ સુધી યુદ્ધ સમાપ્ત કરવા વિશે વાત કરી નથી. તાજેતરમાં નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકતા નથી.
પશ્ચિમ એશિયામાં કાર્યરત અમેરિકાની કંપનીઓ સામે ઈરાનની ધમકીઓ વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, “તેઓએ તેમને શું ધમકી આપી હતી? તેમણે તેમને કેવી રીતે ધમકી આપી? શું તેઓએ કહ્યું હતું કે તેઓ તેમને ઉડાવી દેશે? શું તેઓ તેમના પર હુમલો કરશે? તેઓ એવું નહીં કરે. તેઓ પરમાણુ હથિયારોથી હુમલો નહીં કરે. તેમાંથી મોટાભાગના (ઈરાની નેતૃત્વ) પહેલાથી જ મૃત્યુ પામ્યા છે.”