Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર

ભારતીય શેરબજાર બુધવાર, 1 એપ્રિલ, સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે જોરદાર તેજી જોવા મળી રહી છે. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો, બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી 50, ઉપર છે. 30 શેરોવાળા બીએસઈ સેન્સેક્સ 1814.88 પોઈન્ટ અથવા 2.52 ટકાના વધારા સાથે ખુલ્યા. સેન્સેક્સ 73,762.43 પર ખુલ્યો. એનએસઈ નિફ્ટી 50ને પણ દિવસની શરૂઆત પોઝિટિવ રીતે કરી નિફ્ટી 50 567.60 અંક અથવા 2.54 ટકા ઉછળીને 22,899.00 લેવલ પર ઓપન થયું.
સવારે 9:2૦ વાગ્યે, સેન્સેક્સ 1,848 પોઈન્ટ વધીને 73,795 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 50 568 અંક ઉછાળ્યો હતો. અને 22,899 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો.
બીએસઈમાં ટોચના શેરોમાં વધારો
ટ્રેન્ટ, બજાજ ફાઇનાન્સ, અદાણીપોર્ટ, ઇન્ડિગો અને એલ એન્ડ ટી બીએસઈમાં ટોચના શેરોમાં વધારો દર્શાવે છે.
30 માર્ચ, સોમવારે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50, રેડ નિશાને બંધ થયા. સેન્સેક્સ 1635.67 પોઈન્ટ અંક 2.22 ટકા ઘટીને 71,947.55 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 50 488.20 પોઈન્ટ અથવા 2.14 ટકા ઘટીને 22,331.40 પર બંધ થયો.
BSE બાસ્કેટમાંથી પાવરગ્રીડ સૌથી વધુ વધનાર હતો. બજાજ ફિનસર્વ, SBIN, ઈન્ડિગો, એક્સિસ બેંક અને HDFC બેંક ટોચના ઘટાડામાં સામેલ હતા.
નિફ્ટી 100, નિફ્ટી ઓટો, નિફ્ટી સ્મોલકેપ 1૦૦, નિફ્ટી FMCG, નિફ્ટી બેંક, નિફ્ટી IT અને નિફ્ટી મિડકેપ 1૦૦ ના શેર ઘટ્યા. સોમવારના ટ્રેડિંગ દિવસે, BSE બાસ્કેટમાંથી 29 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા અને 1 શેરમાં વધારો નોંધાયો હતો.
તાજેતરમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, ઈરાન સાથે ચાલી રહેલ લશ્કરી તણાવ આગામી બે થી ત્રણ અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ ઔપચારિક કરારની જરૂર નથી. આ નિવેદનથી બજારમાં રાહતની લહેર આવી, કારણ કે લાંબા સમયથી ચાલતો આ તણાવ રોકાણકારો માટે એક મોટું જોખમ બની રહ્યું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આટલા રૂપિયાનો વધારો