જૂનાગઢમાં રામનવમીની પૂર્વ સંધ્યાએ ભક્તિનો મહાસાગર: ઝાંઝરડા રોડ ‘રામમય’ બન્યો

સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જૂનાગઢમાં પણ રામ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ અદભૂત નજારો જોવા મળ્યો. શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં લોકડાયરા, ભજન સંધ્યા અને વેશભૂષા દ્વારા ભક્તો રામભક્તિમાં લીન થયા હતા.

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પ્લેક્સ પાસે જાણે અયોધ્યા ઉતરી આવ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. રામ જન્મોત્સવ મહોત્સવ અંતર્ગત વિવિધ સ્થળોએ લોકડાયરા અને ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રામધૂન અને ભજનોના સૂરથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે.

આ ઉજવણીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે નાના ભૂલકાઓ. બાળકો દ્વારા રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. આ મનોહર દ્રશ્યોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ ભક્તિમય માહોલમાં વિશેષ આકર્ષણ જૂનાગઢ ટાટા મોટર્સ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું. ટાટા મોટર્સના ગુંજનભાઈ પટેલ એક એવી ગાડી લઈને આવ્યા હતા જે સંપૂર્ણપણે રામમય હતી. ગાડી પર ભગવાન રામના સુંદર ચિત્રો અને ‘જય શ્રી રામ’ના શ્લોકો અંકિત કરવામાં આવ્યા હતા. આ ગાડી રસ્તા પરથી પસાર થતા જ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઝાંઝરડા રોડ તરફ જવાનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી એટલો ટ્રાફિક રોડ પર જોવા મળ્યો હતો.

” રામ જન્મોત્સવને વધાવવા માટે આ ખાસ આયોજન કરાયું હતું . લોકોમાં રામ નામનો પ્રસાર થાય અને આ પવિત્ર તહેવારની ગરિમા જળવાય તેવો પ્રયાસ કર્યો હતો.

આમ, જૂનાગઢમાં ભક્તિ, સંગીત અને શ્રદ્ધાના સંગમ સાથે રામનવમીની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ હતી. લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ગુજરાત સાયન્સ સિટીમાં 27-29 માર્ચે “સાયન્સ કાર્નિવલ 2026”નો ભવ્ય મહોત્સવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *