ભાવનગરમાં 5 બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઈ કાર્યવાહી

રાજ્યના ભાવનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેંમાં ભાવનગર પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
શહેરના ઘોઘારોડ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓમાં સંકળાયેલા 5 જેટલા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ મેગા ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/timenewsguj