અમદાવાદના હિમાલયા મૉલમાં સ્પાની આડમાં ચાલતું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મૉલ સ્થિત એક સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા એક સ્પામાં દરોડો પાડીને મસાજની આડમાં ચાલતા દેહવિક્રયના કારોબારને ઝડપીને પોલીસે નોર્થ ઈસ્ટની ત્રણ યુવતીઓને છોડાવીને મુખ્ય સંચાલક સહિત બે વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. મૉલના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે મોલમાં પરિવાર સાથે લોકો ફરવા આવે છે અહીયા મોટો પ્રમાણમાં મસાજ સેન્ટરની આડમાં દેહવિક્રયનો કારોબાર ચાલે છે.

અમદાવાદ ક્રાઈમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટાફિકીંગ યુનિટના સ્ટાફને બાતમી મળી હતી કે હિમાલયા મૉલ બીજા માળે આવેલા બુધ્ધા સ્પામાં બહારથી થેરાપિસ્ટના નામે યુવતીઓને લાવીને તેમની પાસે મસાજની આડમાં દેહવિક્રયનો કારોબાર કરવામાં આવે છે. જેના આધારે ડમી ગ્રાહક મોકલીને મૅનેજર સની સંતોષ સાથે વાત કરીને ડીલ નક્કી થતા પોલીસે દરોડો પાડતા ત્રણ યુવતીઓ મળી આવી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્પાનો સંચાલક ઈરશાદ સૈયદ (રહે. કારંજ) સ્પા ચલાવતો હતો અને યુવતીઓને ગ્રાહક દીઠ એક હજાર અપાવવાનું કહીને કાળો કારોબાર ચલાવતો હતો. તેણે સ્પા સેન્ટરમાં સાત રૂમ પણ બનાવ્યા હતા

આ દરોડાને પગલે મૉલમાં ચાલતા અન્ય સ્પા સેન્ટર સંચાલકોએ નાસી ગયા હતા. હિમાલયા મૉલમાં વિવિધ શોપના સંચાલકોએ જણાવ્યું હતું કે હિમાલયા મૉલમાં લોકો પરિવાર સાથે આવતા હોય છે. પરંતુ, મૉલમાં સ્પાના નામે ચાલતા સેન્ટરમાં અનૈતિક ધંધા ચાલતા હોવાથી અમે પરેશાન થઇ ગયા છે. પરંતુ, પોલીસ તેમના વહીવટદારના એજન્ટની મદદથી પૈસા લઇને બધુ બેરોકટોક રીતે ચાલવા દે છે અને મૉલમાં પોલીસની રહેમનજર હેઠળ સ્પા સેન્ટર વધી ગયા છે. બીજી તરફ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે બુઘ્ઘા સ્પાની બાજુમાં આવેલા લી થાઇ નામના સ્પાના સંચાલક યુવરાજની પણ પોલીસ સાથે મિલીભગત છે. જે હિમાલયા મૉલમાં આવેલા તમામ સ્પા માટે નાણાં ઉઘરાવીને પોલીસને પહોંચતા કરે છે. જેથી પોલીસનો દરોડો પડતો નથી. પરંતુ, બુદ્ઘા સ્પા સંચાલક સાથે હપ્તાખોરી બાબતે વિવાદ થતા દરોડો પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. યુવરાજ નિયમિત રીતે મોલ સ્થિત સ્પા માટે વહીવટ કરતો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદમાં IT વિભાગનું મેગા ઓપરેશન: મયુર ડાયકેમ ગૃપના 20થી વધુ સ્થળોએ દરોડાથી ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *