ઈઝરાયલના ગુપ્ત પરમાણુ કેન્દ્ર પર ઈરાની મિસાઈલનો એટેક, ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ ફેઈલ!

શનિવારે સાંજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે ભયાનક વળાંક લીધો જ્યારે એક ઈરાની બેલિસ્ટિક મિસાઈલ દક્ષિણ ઇઝરાયલના શહેર ડિમોના પર હુમલો કર્યો. આ શહેર ફક્ત ઇઝરાયલના પરમાણુ રિએક્ટરનું ઘર નથી પણ તેની મોટી ભારતીય વસ્તીને કારણે ‘લિટલ ઇન્ડિયા’ તરીકે પણ પ્રખ્યાત છે. આ હુમલામાં ઓછામાં ઓછા 47 લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, એક મિસાઇલ એક સમુદાયના મકાન પર અથડાઈ હતી, જેના કારણે નજીકના જૂના ઘરોને પણ નુકસાન થયું હતું. મોટાભાગના લોકો સમયસર આશ્રયસ્થાનોમાં પહોંચી શક્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી.મેગન ડેવિડ એડોમ (MDA) ના જણાવ્યા મુજબ, કાટમાળ અને છરાથી અથડાવાથી 12 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી. વધુમાં, 31 લોકોને નાની ઈજાઓ થઈ હતી, અને 14 લોકોને ગંભીર આઘાત (ચિંતા)ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાનની એક ઘાતક મિસાઈલે ઈઝરાયલની અભેદ્ય ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમને પણ ચકમો આપ્યો છે અને તેના સૌથી ગુપ્ત અને સંવેદનશીલ ‘ડિમોના’ પરમાણુ કેન્દ્ર પર સીધો હુમલો કર્યો છે. આ ધડાકાએ માત્ર તેલ અવીવને જ નહીં, વોશિંગ્ટનમાં પણ ખળભળાટ મચાવી દીધો છે. થોડા કલાકો પહેલા ઈઝરાયલ-અમેરિકાએ મળીને ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર બોમ્બમારો કર્યો હતો, ત્યારબાદ ઈરાને ખતરનાક મિસાઈલથી જવાબ આપી દીધો છે, જેને અટકાવવામાં આયરન ડોમ પણ ફેલ થઈ ગયું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમેરિકાના ડરથી પાકિસ્તાને ભારતને આપી ગીધડભભકી, કહ્યું- ‘અમે મુંબઈ-દિલ્હી પર કરીશું હુમલો’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *